અરવલ્લી : ભિલોડા નજીક ઈન્દ્રાસી નદીમાં ઢોરને પાણી પીવડાવતી બે સગી બહેનોના ડૂબવાથી મોત

0
11

ભિલોડા: ભિલોડા તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદ ના કારણે ભિલોડાની ઇન્દ્રાસી,બુઢેલી અને હાથમતી નદીઓ બન્ને કાંઠે વહી રહી છે. ત્યારે કિશનગઢ પાસેથી પસાર થતી ઇન્દ્રાસી નદીમાં ભેંસો ચરાવીને પાણી પીવડાવવા નદી બાજુ જતા બે સગી બહેનોના નદીમાં પગ લપસી જતા ડૂબીને બંને બહેનો નદીમાં તણાવા લાગી હતી . આસપાસના લોકોએ બુમાબુમ કરતા બંનેને નદીમાંથી બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધી તેમના મોત નિપજ્યા હતાં. ડૂબેલી બંને દીકરીઓને 108 મારફતે ભિલોડાની કોટેજ હોસ્પિટલ માં લવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી. બંને દીકરીઓના પિતાએ પીએમ અને ફરિયાદ દાખલ કરવાની ના પાડતા અને પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી અને ફરિયાદ ફાઇલ કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાના કિશનગઢ પાસેના ચિંતામણીની બન્ને સગી બહેનો જ્યોતિકાબેન શાંતિલાલ ક્લાસવા(ઉ.વ.15)અને ચંદ્રિકાબેન શાંતિલાલ ક્લાસવા(ઉ.વ.13)ગામ પાસેથી પસાર થતી ઇન્દ્રાસી નદી પાસે ભેંસો ચરાવવા ગઈ હતી અને ભેંસો ચરાવી તેમને પાણી પીવડાવવા માટે ઇન્દ્રાસી નદીમાં લઇ જતા બંને બહેનોના પગ લપસી જતા નદીમાં તણાવા લાગી હતી. આસપાસ ના લોકોએ બંનેને નદીમાં તણાતી જોઈ તેમને બહાર કાઢવા માટે બુમો પાડતા અન્ય લોકોએ આવી બંનેને બહાર કાઢતા પાણી પી જતા બંનેના મોત નિપજ્યા હતા. બનાવ અંગે મૃતક બંને દીકરીના પિતા શાંતિલાલ કમજીભાઈ ક્લાસવાએ પોલીસ ફરિયાદ કે બંને વ્હાલસોયી દીકરીઓનું પોસ્ટ મોર્ટમ કરવાની ના પાડી હતી અને મૃતકોને ઘરે લઈ જઈ અંતિમ વિધિની કાર્યવાહી હાથ ધરી હતી.