Sunday, October 24, 2021
Homeસુરત : કોરોનાને લઈને યોજાયેલી CM રૂપાણીની સમીક્ષા બેઠક પૂર્ણ, શહેરમાં બે...
Array

સુરત : કોરોનાને લઈને યોજાયેલી CM રૂપાણીની સમીક્ષા બેઠક પૂર્ણ, શહેરમાં બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે

સુરત. કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલના અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોનોના વધતા કેસનો કાબૂમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,  કોરોનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ 200 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે આજે અથવા કાલે સુરત પહોંચી જશે. જ્યારે શહેરમાં કોવિડ-19 માટે કિડની હોસ્પિટલ અને સ્ટેમસેલ હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત

  • રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ.
  • કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે.
  • સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે.
  • સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે.
  • કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ.
  • બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે.
  • રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા.
  • સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે.
  • ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય.

સાંસદ ધારાસભ્ય સાથે પાલિકા કમિશનર અને કલેક્ટરની બેઠક યોજવા સૂચના
બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આજે સુરતમાં જરૂરથી પણ વધુ બેડ ઉપલબ્ધ છે અને હજુ વધુ બેડ મળે તેના માટે પ્રયત્ન ચાલુ છે. ધારાસભ્યોની માંગણી હતી કે દર્દીની સ્થિતી શું છે તેના સગાસંબંધીઓને વાત થઈ શકે તે માટે હોસ્પિટલની બહાર એક ડોમ બનાવી તેની વાત કરી શકે તેની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અઠવાડિયામાં સાંસદ અને ધારાસભ્ય સાથે પાલિકા કમિશનર અને કલેક્ટર સાથે બેઠક કરવા સૂચના આપી છે. જેથી પ્રતિનિધીઓ પાસે આવતી ફરિયાદોનું નિરાકરણ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવતી માહિતી આપલે થાય તે અંગે સૂચના આપી છે.

કોરોના માટેના જરૂરી ઇન્જેક્શન મંગાવવા સૂચના
બેઠક અંગે સાંસદ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના માટેના જરૂરી ઇન્જેક્શન માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. આ ઈન્જેક્શન આપણા દેશમાં બનતા નથી. બહારથી મંગાવવામાં પડે છે. ઓથોરિટી ડોક્ટર લખીને આપે તો પણ આ ઈન્જેક્શન રૂપિયા આપીને પણ મળી જાય એ માટે પણ રજૂઆત કરી હતી. સિવિલ કે સ્મીમેરમાં આ ઈન્જેક્શનની જરૂરિયાતમંદને મળે તે માટે પ્રયત્ન કર્યા છે.

સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ
મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરત પાલિકા કમિશર, વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન, સુપ્રીટેન્ડન્ટ, ડોક્ટરો પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments