સુરત : રાજસ્થાનથી કાપડ ખરીદવા આવેલા યુવકના બે લાખ રૂપિયા રિક્ષા ગેંગે સેરવ્યા

0
0

રાજસ્થાનથી નવી દુકાન માટે કાપડ ખરીદવા માટે સુરત આવેલા યુવાનની નજર ચૂકવી રિક્ષાચાલક અને સાગરીતોએ રૂપિયા 2 લાખ સેરવી લીધા હતા. આગળ પોલીસ ઉભી છે કહી રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. જોકે વેપારી દ્વારા આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.

બચતના રૂપિયા ગુમાવ્યા

મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કાંકરોલીના ગાડરીયા વાસ ખાતે રહેતો 22 વર્ષીય ખેડૂત પુત્ર અને કોલેજીયન કિશનલાલ શંકરલાલ ગાડરીએ ગામમાં લેડીઝ કપડાની નવી દુકાન શરુ કરી છે. તેના માલ સામાન માટે પિતાની બચતના રૂપિયા 2 લાખ લઈ વેપારી એવા સાળા કમલેશ સાથે 16મીએ રાતે લકઝરીમાં સુરત આવ્યા બાદ પાંડેસરા ચીકુવાડીમાં મામાના ઘરે રોકાયા હતા. બીજા દિવસે રીંગરોડ રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં ગયા બાદ પુણા આરઆરટીએમ માર્કેટમાં જવા માટે સહારા દરવાજેથી રિક્ષામાં બેઠા હતા.

ખીસ્સામાંથી રૂપિયા ચોરાયાની જાણ થઈ

રિક્ષાચાલકે કમલેશને પોતાની બાજુમાં અને કિશનલાલને પાછળ વચ્ચે બેસાડયો હતો. રસ્તામાં બાજુમાં બેસેલા મુસાફરે પગમાં દુઃખાવો થાય છે, થોડા આગળ બેસો કહી નજર ચુકવી કિશનલાલના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 2 લાખ ચોરી લીધા હતા. ત્યારબાદ સહારા દરવાજાથી ગોલ્ડન સર્કલ વચ્ચે કૃષિ ભવનથી થોડા આગળ જતા રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી આગળ પોલીસ છે કહી રિક્ષાચાલક બંન્નેને ઉતારી રીક્ષા લઈ ભાગી ગયો હતો. કિશનલાલે ખીસ્સામાંથી પૈસા ચોરાયાની જાણ થતા રિક્ષા પાછળ દોડયા પણ તે પકડમાં નહીં આવતા રિક્ષાચાલક અને બે સાગરીતો વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here