સુરત : ખટોદરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ગાંજાના બે મોટા છોડ મળી આવ્યા

0
0

નશાના દુષણમાં ગળાડૂબ બનેલા સુરત શહેરમાં હવે ગાંજાના બે મોટા છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ખટોદરા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ગાંજાના બે છોડ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ બંને છોડ કબજે લઈ FSLમાં મોકલતા ગાંજો હોવાવી પુષ્ટી કરવામાં આવી છે.

કોઈ ગાંજાના એડિક્ટ અહીં નશો કરવા બેઠો હશે ત્યારે તેના બીજ પડતા તે ઉગી નીકળ્યો હોય તેવી આશંકા
(કોઈ ગાંજાના એડિક્ટ અહીં નશો કરવા બેઠો હશે ત્યારે તેના બીજ પડતા તે ઉગી નીકળ્યો હોય તેવી આશંકા)
એક છોડ ઈલેક્ટ્રીક કંપનીના ડીપીને અડીને નીકળ્યો
ખટોદરા વિસ્તારમાં આવેલા રવિતેજ ઈન્ડસ્ટ્રીમાં ગાંજાના છોડ હોવાની માહિતી મળતા ખટોદરા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાલિકાના ખુલ્લા પ્લોટમાં ઝાડી ઝાંખરા વચ્ચે છોડ મળી આવ્યો હતો. બે પૈકી એક છોડ ઈલેક્ટ્રીક કંપનીના ડીપીને અડીને નીકળ્યો હતો. લીમડાના પાન જેવા દેખાતા આ છોડ ગાંજાના છે કે કેમ તે જાણવા FSLની ટીમની મદદ લેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ છોડ ગાંજાના હોવાની પુષ્ટી કરી હતી.

 

FSLના પરિક્ષણમાં છોડ ગાંજાનો હોવાનું નીકળ્યું

પોલીસે બંને છોડ કાઢી નાખી પરિક્ષણ માટે FSLમાં મોકલી આપ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોઈ ગાંજાના એડિક્ટ અહીં નશો કરવા બેઠો હશે ત્યારે તેના બીજ પડતા તે ઉગી નીકળ્યો હોય તેવી આશંકા છે. જોકે, પોલીસ હાલ જાણવા જોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સની ચર્ચા વચ્ચે ગાંજાનો છોડ મળતા ચકચાર

હાલ ડ્રગ્સના કેસને લઈને સુરત શહેર સતત ચર્ચામાં રહે છે. ત્યારે નશાના દુષણમાં ગળાડૂબ બનેલા સુરત શહેરમાં ગાંજો પણ મોટાપાયે લાવવામાં આવતો અને મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો પણ છે. ત્યારે ગાંજાના છોડ મળતા ફરી એક વાર નશો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here