58 વર્ષ બાદ શનિના મકર રાશિમાં વક્રી રહેતાં એક મહિનામાં બે ચંદ્ર અને એક સૂર્ય ગ્રહણ

0
0

જૂન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે. 5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ ફરી ચંદ્ર ગ્રહણ થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ સમયે શનિ મકર રાશિમાં વક્રી છે. આ વર્ષ પહેલાં 1962માં આવો યોગ બન્યો હતો. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો અને સતત ત્રણ ગ્રહણ થયાં હતાં. 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. 21 જૂને જેઠ મહિનાની અમાસ છે. 5 જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. આ ત્રણેય તિથિએ ગ્રહણ થશે.

58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. આ વર્ષે 5 જૂનું ચંદ્રગ્રહણ દિવસમાં હોવાથી જોવા મળશે નહીં. 5 જૂન તથા 5 જુલાઈના બંને ચંદ્રગ્રહણ મંદ છે. એટલે તેનુ કોઇપણ ધાર્મિક અસર માન્ય રહેશે નહીં. કોઇપણ રાશિ ઉપર આ ગ્રહણની અસર થશે નહીં.

21 જૂનનું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે.

21 જૂને ખંડગ્રાસ એટલે આંશિક સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપના થોડાં ક્ષેત્રમાં પણ જોવા મળશે. ગ્રહણનો સ્પર્શ સવારે 10.14 મિનિટે, ગ્રહણનું મધ્ય 11.56 મિનિટે અને ગ્રહણનું મોક્ષ 1.38 મિનિટે થશે. ગ્રહણનો સૂતક કાળ 20 જૂનની રાતે 10.14 મિનિટથી શરૂ થઇ જશે. સૂતક જે 21 જૂન બપોરે 1.38 સુધી રહેશે. આ વર્ષનું આ એકમાત્ર ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે અને તેની ધાર્મિક અસર પણ માન્ય રહેશે. આ ગ્રહણ મૃગશિરા નક્ષત્રમાં અને મિથુન રાશિમાં રહેશે. તેના સંબંધમાં બૃહત્સંહિતા રાહુચારાધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

मिथुने प्रवरागंना नृपा नृपमात्रा बलिन: कलाविद:।
यमुनातटजा: सबाह्लिका मत्स्या: सुह्यजनै: समन्वित:।।

આ શ્લોક પ્રમાણે જ્યારે મિથુન રાશિમાં સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે ઉચ્ચ પદ ઉપર સ્થિત મહિલાઓ, રાજા, મંત્રી, કળા ક્ષેત્રમાં કામ કરનાર, યમુના નદીના કિનારે નિવાસ કરનાર, વરિષ્ઠ લોકોને, મધ્ય દેશ, સાકેતા, મિથિલા, ચંપા, કૌશાંબી, કૌશિકી, ગયા, વિંધ્યમાં નિવાસ કરનાર લોકો માટે કષ્ટકારી સમય રહે છે.

પ્રાકૃતિક આપત્તિઓનો યોગ.

મૃગશિરા નક્ષત્રનો સ્વામી મંગળ છે. મકર રાશિમાં સ્થિત વક્રી શનિની પૂર્ણ તૃતીય દૃષ્ટિ, મીન રાશિમાં સ્થિત મંગળ ઉપર પડી રહી છે. મંગળની સૂર્ય દૃષ્ટિ અને શનિ-ગુરુની યુતિ છે. ગ્રહોની આ સ્થિતિ મોટાં ભૂકંપનું કારણ બની શકે છે. સાથે જ, અન્ય પ્રાકૃતિક આપત્તિઓ આવવાના પણ યોગ બની શકે છે.

બધી જ રાશિઓ ઉપર ગ્રહણની અસર.

મેષ, સિંહ, કન્યા, કુંભ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભફળ આપનાર સ્થિતિમાં રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું. આ લોકો માટે વિઘ્નો વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here