અમદાવાદ : પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બે મેડિકલ સ્ટોરને 10-10 હજારનો દંડ ફટકારાયો

0
0

(અહેવાલ : રવિ કાયસ્થ )

અમદાવાદ: શહેરમાં સ્ટેડિયમ ચાર રસ્તા નજીક આવેલા દિપક મેડિકલ સ્ટોર સહિત બે મેડિકલ સ્ટોરને મ્યુનિ. પશ્ચિમ ઝોને 10 – 10 હજારનો દંડ ફટકાર્યો છે. જે સાથે એક દિવસમાં જ પ્લાસ્ટિક રાખનાર એકમો પાસેથી રૂ. 92 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા એક જ સપ્તાહમાં પશ્ચિમ ઝોન દ્વારા જ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખનાર દુકાનો, એકમો પાસેથી 5.59 લાખનો દંડ વસૂલી 518 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે.

પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં 90 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
શહેરમાં પ્રતિબધિત પ્લાસ્ટિક સામે મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે બુધવારે મેડિકલ સ્ટોર્સમાં પણ તપાસ કરવામાં આવી હતી. સ્ટેડીયમ વિસ્તારમાં પ્રખ્યાત દિપક મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઇ હતી. જ્યાંથી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવતા તે જપ્ત કરવામાં આવી હતી. મ્યુનિ. પશ્ચિમ ઝોને બુધવારે એક જ દિવસમાં 90 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં 92 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ અગાઉ પણ મ્યુનિ.એ શહેરમાં 1299 જેટલા યુનિટ ચેક કરી 354 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને 13 જેટલા યુનિટ સીલ કરી દીધા હતા. કુલ રૂ.2.75 લાખ દંડ વસૂલ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here