દહેગામ : રખિયાલ ગામે બે વાંદરાએ મચાવ્યો આતંક : ૧૫ જેટલા વ્યક્તિઓને બચકાં ભર્યા.

0
0

દહેગામ તાલુકાના રખિયાલ બજારમાં બે વાંદરાઓએ મચાવેલો ભારે આતંક.
ગામની મહિલાઓ દીકરીઓ અને પુરુષોને આ વાંદરા બચકા ભરતા દવાખાને દાખલ થવું પડયું છે.
અંદાજિત ૧૫ જેટલા લોકોને વાંદરાએ બચકાં ભર્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગામે છેલ્લા એક અઠવાડિયાથી બે વાંદરાઓનો આતંક વધી જવા પામ્યો છે. રખિયાલ શહેર અને ગ્રામ્યમાં આ બે વાંદરાથી લોકો ભયભીત બની જવા પામ્યા છે. ગ્રામજનોના કહેવા મુજબ અંદાજિત ૧૫ જેટલા લોકોને આવા વાંદરાએ બચકા ભરતા લોકો આ વાંદરા થી ભયભીત બનીને ફરી રહ્યા છે. તેમાં પુરુષો મહિલાઓ અને છોકરીઓનો પણ સમાવેશ થવા પામી છે. આ વાંદરો ઓચિંતો આવીને બચકા ભરવાનું ચાલુ કરી દે છે. ખેતરમાં કામ કરતાં મહિલાઓને રસ્તે જતાં લોકોને ઓચિંતુ ચોટી પડીને બચકા ભરવાનું ચાલુ કરી દે છે.

બાઈટ

 

તેથી આ વિસ્તારના રહીશોમા આ વાંદરાના બીક થી લોકો ભયભીત બની જવા પામ્યા છે. અને છેલ્લા ત્રણ દિવસથી વનવિભાગની ટીમ આ વાંદરાને પકડવા માટે આવી છે. પરંતુ આ બંને તોફાની વાંદરા પકડાતા નથી. ગામના સરપંચ દ્વારા તેને પકડવા માટે પ્રયત્ન ચાલુ છે પરંતુ હજી તેમાં સફળ થવા પામ્યા નથી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here