Thursday, August 5, 2021
No menu items!
Homeબે મહિના બાદ 61 વર્ષીય સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું...
Array

બે મહિના બાદ 61 વર્ષીય સંજય દત્ત કેન્સર ફ્રી, ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત સામે આવી હતી

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું. જોકે, હવે સંજય દત્ત કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. CN24NEWS ને કોકિલાબેન હોસ્પિટલના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું. આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને તેમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી. સંજય દત્ત તથા માન્યતા દત્ત પણ આ અંગેની ઓફિશિયલ માહિતી મોડી સાંજ સુધી રિલીઝ કરે તેમ માનવામાં આવે છે.

હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, ‘ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે, કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે. આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.’

હાલમાં જ સંજુબાબાએ કેન્સર અંગે વાત કરી હતી

હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીંયા તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વીડિયોમાં કહ્યું હતું, ‘હાઈ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનના જખમ જોશો, પરંતુ હું તેને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ ‘રોકી’માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળા પર પ્રયોગો કરતો રહેતો હોય છે. ‘KGF ચેપ્ટર 2’માં મારો લુક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું ‘શમશેરા’નું ડબિંગ કરીશ.’

https://www.instagram.com/tv/CGUnxrXheeX/?utm_source=ig_embed

સંજય દત્ત કીમોથેરપી નહીં પરંતુ ઈમ્યુનોથેરપી લીધી હતી

હાલમાં જ સોશિયલ મીડિયામાં સંજય દત્તની એક તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં સંજય દત્ત ઘણો જ વીક જોવા મળ્યો હતો. આ તસવીરને કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે કીમોથેરપીને કારણે વજન ઘટી ગયું છે. જોકે, સાચી વાત અલગ જ છે. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી પ્રમાણે, સંજય દત્ત કીમોથેરપી લેતો નથી અને તેનું વજન 20 કિલો ઘટ્યું નથી. દિવ્ય ભાસ્કરને માહિતી આપતા સંજય દત્તના નિકટના સાથીઓએ કહ્યું હતું કે તેના વજનમાં માત્ર પાંચ કિલોનો ઘટાડો થયો છે. તે કીમોને બદલે ઈમ્યુનોથેરપી કરાવી હતી. સંજય દત્તની બીમારી એટલી ગંભીર નથી, જેટલી મીડિયામાં કહેવાઈ રહી છે. નિકટના સાથીઓએ કહ્યું હતું કે સંજય કીમોને બદલે ઈમ્યુનોથેરપી લીધી હતી. આ એક નવી ટેક્નિક છે. આ ટેક્નિકમાં પ્રતિરક્ષક કોષ (સેલ), કેન્સરના મેલિનેન્ટ કોષ સામે લડવામાં મદદ કરે છે.

આઠ ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ થયો હતો

સંજય દત્ત આઠ ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. અહીં વિવિધ ટેસ્ટ કરાવ્યા બાદ સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટના રોજ સંજય દત્તને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ એવી ચર્ચા થવા લાગી કે સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજનું કેન્સર છે. જોકે, પરિવારે આ મુદ્દે કોઈ વાત કરી નહોતી. સંજય દત્તની પત્ની માન્યતાએ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું પરંતુ તેમાં પણ બીમારી અંગે કોઈ વાત કરી નહોતી. આ સ્ટેટમેન્ટમાં માન્યતાએ કહ્યું હતું, ‘સંજય દત્ત ઝડપથી સાજો થાય તે માટે જેણે પણ પ્રાર્થના કરી તે તમામનો હું આભાર માનું છું. આ તબક્કે અમારે હિંમત તથા પ્રાર્થનાની જરૂર છે. ભૂતકાળમાં પરિવાર ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે.જોકે, હું દરેકને હૃદય-પૂર્વક સંજુના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ જાતની અટકળો કે અફવાઓ પર ધ્યાન ના આપે પરંતુ અમને પ્રેમ તથા સપોર્ટ આપે. સંજુ હંમેશાં ફાઈટર રહ્યો છે અને પરિવાર પણ. ભગવાને ફરીવાર એકવાર અમારી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. અમને તમારી પ્રાર્થના તથા આશીર્વાદની જરૂર છે અને અમને ખ્યાલ છે કે અમે દર વખતની જેમ આ વખતે પણ જીતીશું. ચાલો આપણે આ તકે પ્રકાશ તથા હકારાત્મકતા ફેલાવીએ.’

કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

સંજય દત્તની બીમારીની વાત સામે આવ્યા બાદ માન્યતાએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઊતારમાંથી પસાર થયો છે પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે. આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ, તે માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.

  • એક પરિવાર તરીકે અમે આ પરિસ્થિતિને હકારાત્મકતાની સાથે લડવાનો નિર્ણય લીધો છે. અમે હાસ્ય સાથે જીવનને સામાન્ય રીતે જીવવાના પ્રયાસમાં છીએ, કારણ કે આ એક લાંબી લડાઈ હશે. સંજય માટે નેગેટિવિટી વગર આ કરવાની જરૂર છે.
  • આ મુશ્કેલ સમયમાં હું હોમ ક્વોૉરન્ટીન પીરિયડમાં છું અને તેથી જ સંજયની સાથે હોસ્પિટલમાં તેની સાથે રહીશ નહીં. જોકે, આ પીરિયડ થોડાં સમયમાં પૂરો થઈ જશે. દરેક લડાઈમાં મશાલ લઈને ચાલનારા તથા કિલ્લાની દેખરેખ માટે કોઈ વ્યક્તિ હોય છે.
  • પ્રિયાએ અમારા પરિવાર દ્વારા ચાલતા કેન્સર ફાઉન્ડેશન સાથે બે દાયકાથી કામ કર્યું છે. તેમણે પોતાની માતાને આ બીમારી સામે ઝઝૂમતા જોયા છે. તે જ અમારી મશાલ પકડીને ઊભા છે અને હું કિલ્લાની સંભાળ રાખીશ.
  • જે લોકો સતત પૂછી રહ્યા છે તેમને હું કહેવા માગીશ કે સંજય પોતાની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાવશે. અમે આગળની યોજના ત્યારે જ બનાવીશું જ્યારે કોવિડ 19ની પરિસ્થિતિ સામાન્ય થઈ જાય. હાલમાં સંજય કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર્સના શરણે છે.
  • હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે સંજયની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ના લગાવો. ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દો. અમે સતત તેમની તબિયતના સુધારા અંગે અપડેટ આપતા રહીશું.
  • સંજય માત્ર મારા પતિ કે અમારા બાળકોના પિતા નથી પરંતુ પિતા સુનીલ અને માતા નરગિસના ગયા બાદ તે અંજુ તથા પ્રિયા માટે પિતા સમાન છે. તે અમારા પરિવારની દિલ તથા આત્મા છે.
  • જ્યારે અમારો પરિવાર એકદમ હચમચી ઉઠ્યો છે ત્યારે અમે મનથી લડવાનું નક્કી કર્યું છે. તમે કરેલી પ્રાર્થના તથા ભગવાનનો સાથ મેળવીને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. અમે જીતીશું.

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક 2’માં જોવા મળ્યો હતો. હાલમાં સંજય દત્ત પાસે ‘ભુજઃ ધ પ્રાઈડ’, ‘તોરબાઝ’, ‘KGF ચેપ્ટપ 2’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’ તથા ‘ડમ ડમ ડિગા’ જેવી ફિલ્મ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments