કોરોના અપડેટ સુરત : વધુ બે કેસ પોઝિટિવ નોંધાતા આંક 15 પર પહોંચ્યો, એકનું કોરોનાથી મોત, વધુ બે રિકવર થયા, 13 શંકાસ્પદ નોંધાયા,

0
5
  • સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 15 પર પહોંચ્યો છે
  • શંકાસ્પદ 195 થયા, 171ના રિપોર્ટ નેગેટિવ, 8ની ટ્રીટમેન્ટ ચાલી રહી છે

સુરત. શહેર જિલ્લામાં વધુ બે પોઝિટિલ નોંધાતા કોરોના પોઝિટિવનો આંકડો 15 પર પહોંચ્યો છે. જે પૈકી વધુ એકનું રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે વધુ બે પોઝિટિવ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. મૃતક પોઝિટિવ મહિલા મિશન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હાલ આરોગ્ય વિભાગ દ્વારા આખી હોસ્પિટલને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. આજે વધુ 13 શંકાસ્પદ નોંધાયા છે

મૃતક મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી નથી

પાલ ખાતે રહેતા રજનીબેન મનોહરલાલ લીલાણી(ઉ.વ.61)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો પુત્ર આરકેટી માર્કેટમાં કામ કરતો હતો. તેમનો પુત્ર 8 માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો. એટલે મુંબઈની લિંક આવે છે. બીજુ કે પુત્રની આરકેટી માર્કેટ પહેલા માળે દુકાન છે તે 20 માર્ચ સુધી ચાલુ હતી. અગાઉ આરકેટીમાં કામ કરતાં એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેની દૂકાન છઠ્ઠા માળે હતી. મુંબઈ ક્યાં તો આરકેટી માર્કેટની લિંક હોવાની શક્યતા છે. તેમના પુત્રમાં પણ લક્ષણો હતાં પણ 30 માર્ચના રોજ સાજો થઈ ગયો હતો. દરમિયાન માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મિશન હોસ્પિટલમાં દાખલા હતા. જેનું રાત્રે મોત નિપજ્યું હતું. રજનીબેનના સંપર્કમાં આવેલા પતિ, 2 પુત્ર, 1 પુત્રવધુ, 2 પૌત્રી અને 1 પૌત્ર સહિત કુલ 7 વ્યક્તિઓને ક્વોરન્ટીન કર્યા હતા.

13 નવા શંકાસ્પદ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં શંકાસ્પદોની સંખ્યામાં 195 પર પહોંચી ગઈ છે. જમાં 13 પોઝિટિવ છે, પાંચ રિકવર થયા છે અને બેનું મોત નીપજ્યું છે. આજે વધુ 13 શંકાસ્પદોને દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here