કોરોના : રાજકોટ : જંગલેશ્વરમાં 16 વર્ષના તરૂણને કોરોના પોઝિટિવ, બોટાદમાં વધુ બે કેસ નોંધાયા

0
5

રાજકોટ. રાજકોટના જંગલેશ્વરમાં લેઉવા પટેલ શેરી નં.1માં  રહેતા 16 વર્ષના તરૂણને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 41 અને ગ્રામ્યનો એક કેસ મળી 42 થઇ છે. જંગલેશ્વરમાં કર્ફ્યુ લગાવવામાં આવી દીધું છે. છતાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગરમાં 23 સેમ્પલ લઇને પરીક્ષણ માટે મોકલાયા હતા, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટમાં લેવામાં આવેલા 62 સેમ્પલમાંથી 45 નેગેટિવ અને 16ના રિપોર્ટ આવવાના બાકી છે. બોટાદમાં  વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના કલસ્ટર એરિયામાંથી બે કેસ પોઝિટિવ કેસ આવ્યા છે. બંને કોરોના પોઝિટિવ કેસમાં 48 વર્ષ અને 42 વર્ષના પૂરૂષનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાં હાલ 9 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં શહેરના 8 અને એક બરવાળાના કેસનો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

જૂનાગઢ બીડી-સિગારેટ એસોસિએશને મનપાને પત્ર લખ્યો

જૂનાગઢના બીડી સિગારેટ હોલસેલ એસોસિએશન દ્વારા મનપા કમિશનરને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, વ્યસન આમ તો હાનિકારક છે પરંતુ આ વિસ્તરમાં મહત્તમ લોકો આ વ્યસન એટલી હદે ધરાવે છે કે, લોકોને એક ટંકનું ખાવાનું નહીં  મળે તો ચાલશે પણ માવા સિગરેટ કે બીડી વગર નહીં ચાલી શકે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલ આપણે સારા કે ખરાબની વાત નથી કરવી પરંતુ લોકોને ઘરમા રાખવાની વાતને પ્રાધાન્ય આપવા જો લોકોને તેની જરૂરી વસ્તુ મળી જાય એવી વ્યવસ્થા ઉભી કરી શકીએ તો લોકો ઘરની બહાર નીકળતા બંધ થઈ જશે. હાલ ઘરની બહાર નીકળતા લોકોમાં આશરે 30થી 40 ટકા લોકો માત્ર વ્યસનની તલાશમાં નીકળે છે જે એક નરી વાસ્તવિકતા છે. આ બધી બાબત ધ્યાનમાં લઇ વ્યવસ્થા ગોઠવવા આ પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here