Friday, August 6, 2021
Homeકોરોના : વડોદરામાં વધુ બે અને ભરૂચમાં એક દર્દીનું મોત, શહેરાના ચલાલી...
Array

કોરોના : વડોદરામાં વધુ બે અને ભરૂચમાં એક દર્દીનું મોત, શહેરાના ચલાલી ગામમાં માતા-પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી વધુ 2 દર્દીના મોત થયા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આછોદ ગામના 35 વર્ષીય દર્દી સુહેલ અહમદ અમીજીનું કોરોનાના સારવાર દરમિયાન મોત થયું છે. તેમને શરદી ખાંસી થતાં તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેમને ન્યુમોનિયા હોવાનું જણાતા વડોદરા ગોત્રી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શહેરાના ચલાલી ગામમાં માતા-પુત્રનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામમાં માતા અને પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. ચલાલી ગામના મંજુલાબેન પપ્પુભાઈ કૂમાવત(ઉ.38) અને તેમના પુત્ર પ્રદિપકુમાર પપ્પુભાઈ કૂમાવતનો રાજસ્થાનથી આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 11 જૂનના રોજ બંનેને તાવ આવ્યો હતો. જેથી તેઓ સારવાર અર્થે લુણાવાડાની જય સર્જિકલ હોસ્પિટલમાં દવા કરાવવા માટે ગયા હતા. ત્યારબાદ લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં 13 તારીખે બંનેના સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1610 ઉપર પહોંચી
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1610 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 1071 દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ 489 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 91 દર્દી ઓક્સિજન ઉપર અને 34 દર્દી વેન્ટીલેટર ઉપર છે. આમ 125 દર્દી હાલ ક્રિટીકલ છે.

વડોદરા શહેર અને જિલ્લામાં આજે 44 પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં સોમવારે પાણીગેટ, રાજમહેલ રોડ, વાડી, નવી ધરતી, હરણી, ગાજરાવાડી, ફતેગંજ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, શિયાબાગ, છાણી, વારસિયા રિંગ રોડ અને યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, અનગઢ, કોયલી, સાવલી અને જરોદમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments