Friday, May 23, 2025
Homeવોટ્સ એપનાં બે નવા ફીચર, યુઝર્સની મોટી સમસ્યાનો નિકાલ લાવશે
Array

વોટ્સ એપનાં બે નવા ફીચર, યુઝર્સની મોટી સમસ્યાનો નિકાલ લાવશે

- Advertisement -

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટસએપમાં કેટલાંક નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે, જે યુઝર્સ માટે ફાયદો કરાવે તેના હશે. વોટ્સએપનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. જેથી આ નવા ફીચર્સ અંગે જાણવું પણ એટલું જ જરૂરી છે. થોડા સમય પહેલાં સામે આવેલા અહોવાલો મુજબ કંપની એવા ફીચર્સ ઉપર કામ કરી રહી છે, જેમાં કોઈપણ કોન્ટેક્ટ અથવા ફોટો અન્યને મોકલતા પહેલાં યુઝર એક વખત સ્પષ્ટ જોઈ શકે પછી જ મોકલાવે જેથી કોઈ અન્ય વ્યક્તિને ભૂલથી માહિતી સેન્ડ કરવાથી બચી શકશે.

હવે એવાં જ એક નવા ફીચર પર કામ ચાલી રહ્યું છે. જે ફીચર અંતર્ગત વોટ્સએપ યુઝર્સ મ્યૂટેડ સ્ટેટસ અપડેટને સ્ટેટસબારમાં દેખાવા નહીં દે. WABetainfoનાં રિપોર્ટ મુજબ Hide muted status ફીચર સંપૂર્ણરીતે મ્યૂટ કરવામાં આવેલા સ્ટેટસને હાઈડ કરી દેશે. આ ફીચરથી યુઝરને ઘણો ફાયદો થશે. કેમકે જો આપ કોઈ સ્ટેટસ મ્યૂટ કરો તો પણ સ્ટેટસ ટેબનાં સૌથી નીચે મ્યૂટ કરેલા સ્ટેટસ પણ દેખાતા હોય છે.

આ ફીચરની સારી બાબત એ છે કે, તેમાં યુઝર માત્ર વન ટેપ થકી હિડન સ્ટેટસને એક્સેસ પણ કરી શકશે. અહીં યુઝરે માત્ર Hide બટન સિલેક્ટ કરવાનું રહેશે. આ સ્ટેટસ ફીચરમાં આપવામાં આવશે. અહીં ટેપ કરવાથી હાઈટનું લિસ્ટ પણ મળી જશે. હાલમાં કંપની આ ફીચર પર કામ કરી રહી છે. હવે આ ફીચર ક્યારે પબ્લિસ થશે તેની જાણકારી કંપની દ્વારા હજી આપવામાં આવી નથી.

આ ફીચર સિવાય કંપનીએ એક એવા નવા ફીચર પર કામ શરૂ કર્યું છે જેમાં WhatsApp યુઝર સીધા જ WhatsAppનું સ્ટેટસ ફેસબુક પર પણ શેર કરી શકશે. માર્ક ઝુકરબર્ગે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ભેગા કરી એક ક્રોસ પ્લેટફોર્મ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એટલે કે વોટ્સએપથી મેસેન્જર અને મેસેન્જરથી વોટ્સએપમાં મેસેજ મોકલવા સરળ બની જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular