અમદાવાદ : બાપુનગરમાં બળદગાડાની તકરારમાં યુવક પર બે વ્યક્તિઓનો હુમલો.

0
9

અમદાવાદ શહેરમાં શહેરના બાપુનગર વિસ્તારમાં બળદગાડુ ભાડે લેવાની તકરારમાં એક યુવક પર હુમલો કરી લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. આ મામલે બાપુનગર પોલીસે યુવકની ફરિયાદ લઇ ફરાર થઇ ગયેલા બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં સુરેશભાઇ પટણી રહે છે. તેમની પડોશમાં ગૌતમ પટણી તેમના પરિવાર સાથે રહે છે. ગૌતમભાઇના બનેવી લાલભાઇને સુરેશભાઇ ઓળખે છે. સુરેશ પાસે બે બળદગાડા હતા. બે દિવસ પહેલાં ગૌપાલ પટણી અને લાલભાઇએ સુરેશને કહ્યું હતું કે, તમારુ બળદગાડુ ફેરવવા માટે જોઇએ છે. જેના ભાડા પેટે પૈસા પણ આપીશું. જેથી 10 હજાર રૂપિયા ડિપોઝીટ લઇ બે મહિના માટે બળદગાડુ ચલાવવા આપવાનું નક્કી કર્યું હતું.

ડિપોઝીટ લીધાના બીજા દિવસે ગૌતમ અને લાલભાઇ સુરેશના ઘરે આવ્યા હતા અને બળદગાડુ માગ્યું હતું. જો કે, ગાડામાં ફળો ભરેલા હતા. જેથી ગાડુ બે દિવસ પછી લઇ લેવા માટે જણાવ્યું હતું. જો કે, પૈસા આપ્યા હોવાથી બન્ને ગુસ્સે થઇ ગયા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલ ગૌતમ લાકડાનો ટુકડો લઇ આવ્યો હતો અને સુરેશને માથાના ભાગે મારી દીધું હતું. જેથી લોહી નિકળવા લાગ્યું હતું.

આ સમયે બુમાબુમ થતા આસપાસના લોક એકત્ર થઇ ગયા હતા. જેથી ગૌતમ અન લાલો ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ સારવાર માટે સુરેશને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેણે ગૌપાલ અને લાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here