Friday, March 29, 2024
Homeવડોદરા : બાઇકની ચોરી કરતાં જંબુસરના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં
Array

વડોદરા : બાઇકની ચોરી કરતાં જંબુસરના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં

- Advertisement -
  • વડોદરા અને પાદરામાંથી કરતા હતા બાઇકો ચોરી
  • પોલીસે 10 મોટર સાયકલો કબજે કરી
  • આરોપીઓ વાહનોના સ્પેરપાર્ટ છુટા કરીને વેચી દેતા

 

વડોદરા શહેર તથા પાદરા તાલુકામાંથી મોટર સાયકલોની ચોરી કરતાં જંબુસરના બે આરોપીઓની ક્રાઈમ બાન્ચે ધરપકડ કરી હતી. જેમની પાસેથી 10 મોટર સાયકલો કબજે કરવામાં આવી છે. જેઓની પૂછપરછમાં શહેરના પાંચ અને પાદરા અને વડુના 5 બાઈક ચોરીના ગુનાનો ભેદ ખુલ્યો છે.

બંન્ને આરોપીઓ ગેરેજનું કામ કરે છે મોટર સાયકલની ચોરી કરીને જંબુસર ખાતે સ્પેરપાર્ટ છુટા કરીને વેચી દેતા હતા.આરોપી સાલીક સલીમ રસુલ મલેક ( ઉ.વ .24 ) ( રહે , બાલા નગર , પ્લાઝા હોટલ પાસે , જંબુસર ) અને શંભુનાથ રાજબહાદૂર ગૌતમ ( ઉ.વ .24 ) ( રહે મહંમદી સોસાયટી, હોન્ડાના શોરુમ પાસે , જંબુસર ) એ લૉક ડાઉનના ઈન્ટરવલ પછી છેલ્લા 13 દિવસથી પુનઃ વાહન ચોરી કરવાનું શરુ કર્યુ હતુ.

એ.સી.પી.ક્રાઈમ ચૌહાણે જણાવ્યુ હતુ કે, આરોપીઓનું કાર્યક્ષેત્ર વડોદરા શહેર અને જંબુસર તરફનો વડોદરા જિલ્લો હતો. જે બંન્ને આરોપીઓની એક બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં અટકાયત થઈ હતી.જેઓની પૂછપરછ બાદ બીજી 9 બાઈક કબજે થઈ હતી

પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, મોજશોખ માટે ચોરી કરતાં આરોપીઓ વાહનોના સ્પેરપાર્ટ છુટા કરીને વેચી દેતા હતા. પોલીસે કેટલાક છુટા સ્પેરપાર્ટ પણ કબજે કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular