અમદાવાદ : ગુજરાત અને રાજ્ય બહાર કોલ સેન્ટર ચલાવતા લોકોને અમેરિકન નાગરિકોનો ડેટા આપનાર બે શખ્સ ઝડપાયા

0
28

અમદાવાદ: વેજલપુર પોલીસે ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માલિકોને ડેટા પૂરો પાડતા બે શખ્સની ધરપકડ કરી છે.વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડ એ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતો હતો.

નાઈટ પેટ્રોલિંગમાં પોલીસે ગાડીમાંથી ગેરકાયદેસર કોલસેન્ટર પકડ્યું

નવરાત્રિને લઇ વેજલપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વસ્ત્રાપુર પાસે આવેલી દેસાઈપાર્ક સોસાયટી પાસે કાળા કલરની ગાડીમાં એક શખ્સ ગેરકાયદે કોલસેન્ટરની પ્રવૃતિ કરે છે તેવી માહિતીના આધારે ત્યાં જઈ તપાસ કરતા કારમાં બેઠેલા વિવેકસિહ ચૌહાણ (ઉ.વ.34, રહે. અશ્વલેખા એપાર્ટમેન્ટ વસ્ત્રાપુર ફાટક પાસે)ની ધરપકડ કરી હતી. આરોપીની વિવેકસિંહનો મોબાઈલ તપાસ કરતા તેમાંથી કોલસેન્ટરનો ડેટા મળી આવ્યો હતો. તેમજ જીમેઈલ એકાઉન્ટ તપાસ કરતા પોલીસ પુછપરછ કરી રહી હતી ત્યારે પ્રિ-એપ્રુવ્ડ લોન આપવાના બહાને અમેરિકન નાગરિકોને બેન્કના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા હતા.

પોલીસે વોટ્સએપ કોલ સ્પીકર ફોનથી સાંભળતા મામલો બહાર આવ્યો

પોલીસ તેની પુછપરછ કરી રહી હતી ત્યારે તેના મોબાઈલમાં વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. પોલીસે સ્પીકર ફોન કરાવી વાત સાંભળતા કોલસેન્ટરનો ડેટા માંગ્યો હતો. ડેટા માંગનાર શખ્સે લાલદરવાજા પાસે વિવેકસિંહને બોલવતા પોલીસ તેને લઇ ત્યાં પહોંચી હતી અને ડેટા લેવા આવતા જ તે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેનું નામ પૂછતાં અઝહર એહમદભાઈ સૈયદ (રહે.ખાનપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ડેટા મેળવી ગેરકાયદેસરના કોલસેન્ટરોને વેચાતો

પોલીસે અઝહરની પુછપરછ કરતા વિવેક પાસેથી પેડ એ લોનનો ડેટા મેળવી અને ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા લોકોને વેચી તેમની પાસેથી વોલમાર્ટ ગિફ્ટના કાર્ડ નંબર લઇ ડોલરને રૂપિયામાં ફેરવી દેતા હતા. આરોપી વિવેકસિંહ અમેરિકન નાગરિકો સાથે સ્કાઇપ સોફ્ટવેરથી ફોન દ્વારા વાતચીત કરી પેડ એ લોન આપવાના બહાને વેસ્ટર્ન યુનિયનમાં પ્રોસેસિંગ ફીના 30 ડોલર જમા કરાવતો હતો. નાગરિકોના ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા અને લોન એપ્રુવલનો ખોટો મેલ કરતો હતો. પોલીસે હાલ ક્યાં ક્યાં કોલસેન્ટરના માલિકોને ડેટા આપ્યો છે તેની પુછપરછ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here