મહેસાણા-ચાણસ્મા રોડ પર ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવકોના મોત.

0
5

મહેસાણાના છઠીયારડા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે બાઇક લઇ પસાર થતાં બંને યુવકોને ડમ્પરે ટક્કર મારતાં તેઓ ફંગોળાયા હતા. જેને લઇ નીચે પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવકોના મોત
ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવકોના મોત.
મહેસાણા-ચાણસ્મા હાઇવે પર છઠીયારડા બસ સ્ટેન્ડ આગળના વળાંકમાં વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે બાઇક લઇને જતાં 2 યુવકોને સામેથી પથ્થર ભરીને બેફામ સ્પિડમાં આવતાં ટ્રેઇલરે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇકનો આગળનું વ્હીલ તુટી ગયુ હતુ. અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

 

ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સ્થાનિકોમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા બે યુવકો પ્રજાપતિ સમાજના હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાને લઇ મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી છે.

વહેલી સવારે અકસ્માત સર્જાય બાદ થોડી વાર પછી અન્ય એક ટ્રક એજ રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી જેથી ત્યાંના સ્થાનિકો ની માંગ છે કે આ રોડ પર વધુ અકસ્માત સર્જાતા હોવાના કારણે અહીં તાત્કાલિક બમ્પ બનાવવામાં આવે જેથી ભવિષ્ય માં આવી કોઈ ઘટના ના બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here