બોટાદ : રાણપુરના રાજપરા ગામે ઢોર ચરાવવા ગયેલા બે સગા ભાઇને ઇલેક્ટ્રિક શોક લાગતા બંનેના મોત

0
7

બોટાદ જિલ્લાના રાજપરા ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા બે સગા ભાઇના મોત નીપજ્યા છે. રાજપરા ગામની સીમમાં બંને ભાઇ ઢોર ચરાવતા ગયા હતા. ઢોર ચરાવી પરત આવતા હતા ત્યારે  સીમમાંથી પસાર થતી વીજ લાઈનનો જીવિત વાયર તૂટીને પડ્યો હોય જેને સ્પર્શ કરી જતા બંને ભાઇના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક બંને ભાઇઓમાં દેવેન્દ્રભાઈ રણછોડભાઈ (ઉં.વ. 30) અને જયેશભાઈ રણછોડભાઈ (ઉં.વ. 27)નો સમાવેશ થાય છે. બનાવના પગલે બંનેના મૃતદેહને પીએમ માટે રાણપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનોમાં શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here