જંબુસર : નોંધાણા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 સગી બહેનોના મોત, પરિવારમાં માતમ છવાયો

0
16

જંબુસર તાલુકાના નોંધાણા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 સગી બહેનોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને બહેનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડે બંને બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધાણા ગામમાં આજે સવારે મકાનની દીવાલ અચાનક જ ધરાશાયી થઇ ગઇ હતી. જેથી કાટમાળ નીચે 2 સગી બહેનો હિના પરમાર(ઉ.13) અને વૈશાલી પરમાર(ઉ.12) દબાઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બંને બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે બંને બહેનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

મકાનની ધરાશાયી થયેલી દીવાલ
(મકાનની ધરાશાયી થયેલી દીવાલ)

 

2 બહેનોના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

નોંધાણા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં ગામ લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. 2 સગી બહેનોના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

મકાન ધરાશાયી થતાં લોકો દોડી આવ્યા
(મકાન ધરાશાયી થતાં લોકો દોડી આવ્યા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here