જયપુર એરપોર્ટ પર ટોયલેટમાં છૂપાયેલા યાત્રી પાસેથી તસ્કરી કરી લવાયેલા સોનાના બે બિસ્કિટ મળી આવ્યા,

0
0

દિવાળી અગાઉ જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ ટોયલેટમાંથી એક યાત્રીને તસ્કરી કરીને સોનુ લઈ જતા પકડી પાડી છે. તેમા એક બિસ્કિટનો વજન આશરે 600 ગ્રામ છે અને કુલ વજન 1.225 કિલો હતો. તેની બજાર કિંમત આશરે રૂપિયા 65 લાખ આંકવામાં આવે છે. કસ્ટમ વિભાગ દ્વારા પકડવામાં આવેલ સોનાને સીઝ કરી દેવામાં આવ્યુ છે. આ સંદર્ભમાં યાત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગના કમિશ્નર અગ્રવાલે કહ્યું કે જયપુર એરપોર્ટ પર સવારે 10 વાગે સ્પાઈસજેટની એક ચાર્ટડ ફ્લાઈટ SG-144 પહોંચી હતી. જયપુર એરપોર્ટ પર ફરજ પર રહેલા ડેપ્યુટી કમિશનર યતીશ કુમાર અને તેમની ટીમની દેખરેખમાં ફ્લાઈટમાંથી ઉતરનારા દરેક યાત્રી ગ્રીન ચેનલથી સુરક્ષા પ્રક્રિયા પૂરી કરી ચેક આઉટ કરી રહ્યા હતા. ત્યારે કસ્ટમના એરપોર્ટ પર રહેલા કર્મચારીઓને એક યાત્રીની ગતિવિધિ પર શક ગયો હતો.

ચેકિંગ જોઈ યાત્રી ટોયલેટમાં ઘૂસી ગયો, આશંકા થતા ટીમ પણ ઘૂસી ગઈ

આ સંજોગોમાં તે ઉતાવળમાં ચેકિંગ પ્રક્રિયા અગાઉ ટોયલેટની અંદર ગયો, તો પીછો કરી અધિકારીઓએ તેને ટોયલેટની બહાર નિકળતા જ પકડી લીધો. પહેલા પૂછપરછ કરતા તેણે કોઈ માહિતી આપી ન હતી. પણ તપાસ કરતા તેણે કહ્યું કે ટોયલેટમાં સોનુ છૂપાવીને આવ્યો છે. ટોયલેટના ફ્લશમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તે દરેક બિસ્કિટનો વજન આશરે 600 ગ્રામ હતો.

સોના-ચાંદીના વેપારીઓની ભૂમિકાને લઈ આશંકા

કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં તેમણે હજુ કોઈ ખાસ જાણકારી આપી નથી. જોકે આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દિવાળી અગાઉ આરોપી સોનાનું વેચાણ કરવાના ઉદ્દેશથી જયપુર આવ્યો હતો. આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગત વર્ષથી અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 25 કિલો સોનું તસ્કરી કરતા પકડાયુ

જયપુર એરપોર્ટ પર છેલ્લા કેટલાક વર્ષોથી સોનાની તસ્કરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગત વર્ષ એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં સોનાની તસ્કરીથા આશરે 22 કેસ સામે આવ્યા છે. જેમાં આશરે 25 કિલો સોનુ વિવિધ રીતે જયપુર લાવવામાં આવ્યુ. આમ તો તસ્કરોએ દરેક વખત નવી-નવી પદ્ધતિ અપનાવી સોનાની તસ્કરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here