અમદાવાદ : બે પુત્રોએ પિતાને ઘરમાંથી કાઢી મુકવા માર માર્યો, એકે પેટ્રોલ છાંટી સળગાવી દેવાની આપી ધમકી

0
0

અમદાવાદ: આજના જમાનામાં ઘડપણમાં દીકરા મા-બાપનો ટેકો બની અને સેવા કરવાની જગ્યાએ તેઓને ઘરમાંથી કાઢી મુકવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં વૃદ્ધને દીકરાએ ઘરમાંથી કાઢી મુકવાનું કહી પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી છે. તેમના બે દીકરા ઘરમાંથી જતાં રહેવા દબાણ કરી માર માર્યો હોવાથી વૃદ્ધે પોલીસમાં અરજી કરી હતી. કાગડાપીઠ પોલીસે આ મામલે બંને પુત્રો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પત્ની સાથે રહેતા વૃદ્ધને ઘર છોડવા દબાણ
બહેરામપુરામાં આવેલી વિજયાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મુલચંદ ક્રિષ્નાની તેમના પત્ની, અને ત્રણ દીકરા સાથે રહે છે. 20 દિવસ પહેલા તેમના પુત્ર રાહુલ અને જયપ્રકાશે તેમના પિતાને ઘરમાંથી જતાં રહેવા કહ્યું હતું. તેમના પિતાએ આ મારું ઘર છે તમે મને કેમ ઘરમાંથી કાઢી મુકો છો તેમ કહેતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. વૃદ્ધે આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ ઘરમાં શાંતિ રહી હતી.
અરજી ખેંચવા ધમકી
સોમવારે બપોરે મુલચંદભાઈ ઘર પાસે ઊભા હતા ત્યારે દીકરો રાહુલ આવ્યો હતો. અમારી સામે કરેલી અરજી પાછી લઈ લો નહીં તો પેટ્રોલ છાંટી જાનથી મારી નાખીશ. ધમકી આપી માર માર્યો હતો. જેથી મુલચંદે બંને દીકરા સામે ઘરમાંથી કાઢી મુકવા હેરાન કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here