દાણીલીમડા બેરલમાર્કેટ પાસે વરસાદી પાણી ભરાયેલા તળાવમાં 2 કિશોર ડૂબ્યાં, બંનેના મોત

0
4

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બેરલમાર્કટ પાસે વરસાદી પાણી ભરાયેલા તળાવમાં 2 કિશોરો ડૂબી ગયા હતા. બંનેના મોત થયા છે. સ્થાનિકોએ બંનેને તળાવમાંથી કાઢીને મણીનગરની એલજી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત ઘોષિત કર્યા હતા. હોસ્પિટલ સંકુલમાં બંને કિશોરોના પરિવારે ભારે આક્રંદ કર્યું હતું.

બંને કિશોર કાદવમાં ડૂબી ગયા હતા
દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલા બિસ્મિલ્લા નગરની આસપાસના રહેવાસી અર્શદ અને રેહાન (ઉ.વ આશરે. 12) આજે બપોરના સમયે નવા બનતા પંમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયું હતું તેમ નાહવા પડ્યા હતા. જેમાં અંદર કાદવ હોવાથી ડૂબવા લાગ્યા હતા અને પાણી પી ગયા હતા. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી હોસ્પિટલમાં પહોંચાડ્યા પરંતુ બંનેના મોત થયા હતા.

બેરલ માર્કેટ પાસેના નવા પંમ્પિંગ સ્ટેશન પાસેનો બનાવ
દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે, બંને બાળકો નવા બનતા પમ્પિંગ સ્ટેશન પાસે પાણી ભરાયેલા ખાબોચિયામાં નાહવા ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જો કે સ્થાનિકોએ તેમને બહાર કાઢ્યા હતા પરંતુ બચી શક્યા ન હતા. બેરલ માર્કેટ પાસે નવું પંમ્પિંગ સ્ટેશન બને છે તેમાં આ ઘટના બની છે. જ્યારે બાળકો ત્યાં નાહવા આવ્યા ત્યારે કોઈ હાજર ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here