હુમલાનું ષડયંત્ર રચી રહેલો ખુંખાર બે આતંકીઓ પઠાણકોટમાંથી ઝડપાયા

0
6

પંજાબ પોલીસ દ્વારા પઠાણકોટથી લશ્કરના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ બન્ને આતંકીઓ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે જોકે તેમના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

  • પઠાણકોટથી લશ્કરના બે આતંકીઓની ધરપકડ
  • આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા આતંકીઓ
  • મોટી માત્રામાં હથિયારો કર્યા જપ્ત

ઝડપાયેલ બન્ને આતંકીઓ પાસેથી 10 હેન્ડ ગ્રેનેડ, એક એકે 47 રાઈફલ, બે મેગઝીન્સ અને 60 કારતૂસ મળી આવ્યા છે. લશ્કરના બન્ને આતંકીઓની ઓળખ આમિર હુસૈન વાની અને વસીમ હસન વાની તરીકે થઈ છે. બન્ને કાશ્મીરના શોપિયા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

પોલીસના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, બન્ને પંજાબથી કાશ્મીર ઘાટીમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જેમને અમૃતસર-જમ્મુ હાઈવે પર એક ચેકપોસ્ટ પર તપાસ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here