બારામૂલામાં રામપુર સેક્ટરમાં આતંકવાદીઓના બે ઠેકાણાનો પર્દાફાશ, AK સીરીઝની પાંચ રાયફલ અને ગ્રેનેડ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળ્યો

0
0

જમ્મુ-કાશ્મીરમાં બારામૂલાના રામપુર સેક્ટરમાં સેનાએ આતંકવાદીઓના બે ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. સેનાએ મંગળવારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળ્યો હતો.

7 કલાક ચાલેલા ઓપરેશનમાં સેનાને બે લોકેશનની જાણ થઈ. અહીં મોટા પ્રમાણમાં હથિયાર છૂપાવીને રખાયા હતા. સેનાએ અહીંથી 6 મેગેઝિન અને દારૂગોળોના 1254 રાઉન્ડના બે સીલ્ડ બોક્સ અને પાંચ AK સીરીઝની રાયફલ કબજે કરી હતી.

સોમવારે શંકાસ્પદ મૂવમેન્ટ બાદ સેના એરલ્ટ હતી
સેનાને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે રામપુર સેક્ટરના ગામમાં સોમવારે શંકાસ્પદ લોકોની મૂવમેન્ટની જાણ થઈ હતી. આ લોકો ભારતની સરહદમાં હથિયાર પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારથી આ વિસ્તારનું નિરિક્ષણ કરાઈ રહ્યું હતું. ઘૂષણખોરીની ઘટનાને નિષ્ફળ કરવા માટે આખી રાત આ વિસ્તારમાં દેખરેખ રખાઈ હતી.

તાજેતરમાં બારામૂલામાં 2 ગ્રેનેડ હુમલા થયા હતા
બારામૂલામાં આ આતંકવાદીઓએ સોમવારે સેનાની ગાડી ઉપર ગ્રેનેડથી હુમલો કરાવની કોશિશ કરી હતી. નિશાન ચૂકી જવાથી ગ્રેનેડ રસ્તા ઉપર ફૂટ્યો હતો. જેના કારણે છ લોકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here