સુરત : વેડ રોડ પર બાઇકર ગેંગ દ્વારા બે શ્રમજીવી પર હુમલો કરી લૂંટ ચલાવાઈ

0
0

સુરતઃ વેડ રોડ બહુચર નગર નજીક બાઇકર ગેંગે બે શ્રમજીવી પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં એક શાકભાજીના નાના વેપારીને ચપ્પુના ઘા મરાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

શાકભાજીના નાના વેપારીને પીઠના ભાગે ચપ્પુના ઘા માર્યા

મળતી માહિતી પ્રમાણે, વેડ રોડ વિસ્તારમાં આવેલા વિજય નગરમાં પ્રકાશ ઉર્ફે પરેશ કુમાર ભીખાભાઇ છોવાળા (ઉ.વ.31) પરિવાર સાથે રહે છે. ઘર નજીક દૂધ લેવા ગયો અને અજાણ્યા હિન્દી ભાષીઓ બાઈક સવાર અજાણ્યા યુવાનોએ પાછળથી હુમલો કર્યો હતો અને લૂંટ ચલાવી ભાગ્યા હતા. દરમિયાન પ્રકાશની નજર સામે જ એક શાકભાજીના નાના વેપારીને પીઠના ભાગે ચપ્પુના ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here