Saturday, September 25, 2021
Homeકલમ 370 હટ્યાના બે વર્ષ : 1548 કરોડના 15 પ્રોજેક્ટને જમીન ફાળવાઈ
Array

કલમ 370 હટ્યાના બે વર્ષ : 1548 કરોડના 15 પ્રોજેક્ટને જમીન ફાળવાઈ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાને 5 ઓગસ્ટના રોજ 2 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ બે વર્ષમાં અહીં આતંક, પથ્થરબાજી અને હડતાળમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે દેશભરના રોકાણકારોનું અહીં ધ્યાન ખેંચાયું છે. સ્થાનિક વહીવટી તંત્રએ આ તકનો લાભ લઈ બ્રાન્ડ જમ્મુ-કાશ્મીરને વટાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.

વહીવટી તંત્રએ ચાલુ વર્ષે એપ્રિલમાં એક ફ્લેક્સિબલ તથા સિંગલ વિન્ડો સિસ્ટમવાળી ઔદ્યોગિક અને ભૂમિ ફાળવણી નીતિ જાહેર કરી હતી. અધિકારીઓ કહે છે કે તેની અસર પણ જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના અગ્રસચિવ રંજનપ્રકાશ ઠાકોરના નેતૃત્વ હેઠળ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગયા મહિને જમ્મુ ડિવિઝનમાં 1548 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ માટે જમીન ફાળવાઈ છે. તેનાથી 5 હજાર રોજગારીની તકો સર્જાશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મંજૂરીની પ્રક્રિયામાં છે. તેમાંથી 84 હજાર રોજગારી ઊભી થવાની સંભાવના છે.

ઠાકુર આ ઉપલબ્ધિને કાશ્મીરના ઔદ્યોગિક વિકાસ માટે ઐતિહાસિક પળ માણે છે. સાથે જ રાજ્યમાં વિકાસ કાર્યોને ઝડપી કરવા જમ્મુ-કાશ્મીરમાં નવા અને જૂના ઔદ્યોગિક ક્ષેત્રમાં 3375 એકરથી વધુ લેન્ડ બેન્ક તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નવી ઔદ્યોગિક નીતિ 2021-30 માટે છે. આ નીતિ હેઠળ તમામ ઔદ્યોગિક એકમોને 31 માર્ચ 2026 સુધી રાહતો મળશે. આ એકમમાં રોકાણ કરનારને 100% SGST સેટઅપ માટે પ્રોત્સાહન મળશે. વહીવટી તંત્રને મોટી સંખ્યામાં રોકાણકારોની અરજી મળી છે. આથી રોકાણનું લક્ષ્ય 30 હજાર કરોડથી વધારી 50 હજાર કરોડ કરાયું છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરોજ્યપાલ મનોજ સિંહાએ મીડિયાને કહ્યું કે પ્રારંભમાં તેમનો અંદાજ હતો કે રાજ્યને લગભગ 25 હજાર કરોડનું રોકાણ મળી શકે છે પરંતુ દેશભરના ઉદ્યોગપતિઓનો રિસ્પોન્સ જોતા અમે લક્ષ્યાંક 40થી 50 હજાર કરોડનો કર્યો છે. તેનાથી આગામી કેટલાક વર્ષોમાં 7થી 8 લાખ રોજગારી સર્જાશે. તેમના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 20 હજાર કરોડના રોકાણની દરખાસ્ત મળી ચૂકી છે. સમિતિએ આવી દરખાસ્તને મંજૂરી આપવાનું શરૂ કરી દીધું છે અને કેટલાકને કારખાનું સ્થાપવા જમીન પણ આપી દેવાઈ છે.

લદાખમાં પૂર્ણ રાજ્ય તથા ખાલી જગ્યા ભરવા માટે આંદોલન

કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં પૂર્ણ રાજ્યની માંગ ઉગ્ર બની રહી છે. અહીં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સે ચાર માંગણી અંગે સંયુક્ત સંઘર્ષ અંગે સંમતિ દર્શાવી છે. તેનાથી લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો, એક મહિનામાં કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાથી ઊભી થયેલી 10થી 12 હજાર ખાલી જગ્યા ભરવી, બંધારણની છઠ્ઠી અનુસૂચિ અથવા કલમ 371 હેઠળ સંપત્તિ તથા નોકરી પર વિશેષાધિકાર તથા કારગિલ અને લેહ માટે લોકસભા અને રાજ્યસભાની 2-2 બેઠકની માંગણી કરાઈ છે. આ પક્ષોના પ્રતિનિધિઓએ કહ્યું કે જો ઉપરાજ્યપાલ એક મહિનામાં ભરતીની પ્રક્રિયા શરૂ નહીં કરે તો આંદોલન કરાશે. સાથે જ લદાખને જમ્મુ-કાશ્મીરની જેમ ડોમીસાઈલની જોગવાઈ પણ મંજૂર નથી.

બે એઇમ્સ, 7 મેડિકલ કોલેજ-IT પાર્કનું કામ શરૂ

અત્યાર સુધીમાં 7,111.78 કરોડ રૂપિયાના કુલ 2357 પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. તેમાં 1555.16 કરોડ રૂપિયાના 1100 પ્રોજેક્ટ પૂરા થઈ ચૂક્યા છે.

નવેમ્બર 2015માં પીએમના વિકાસ પેકેજ હેઠળ સ્વીકૃત 56,261 કરોડના 54 પ્રોજેક્ટમાંથી જૂન 2018 સુધીમાં 7 પ્રોજેક્ટ પૂરા થઈ ગયા છે. હવે 21 બાકી છે. 12 ચાલુ વર્ષે પૂરા થઈ શકે છે.

2 નવી એઇમ્સ, 7 નવી મેડિકલ કોલેજ, 5 નવી નર્સિંગ કોલેજ, 2 કેન્સર હોસ્પિટલ, જમ્મુ અને શ્રીનગરમાં મેટ્રો, આઈટી પાર્ક સહિત 7500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે.

રાજ્યમાં 5 પ્રોજેક્ટ 20 વર્ષ, 15 પ્રોજેક્ટ 15 વર્ષ અને 165 પ્રોજેક્ટ 10 વર્ષથી પડતર હતા. 2021-22માં 8000 કિમી માર્ગ નિર્માણનું લક્ષ્ય હતું. 2200 કિમી રસ્તા બની ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments