સુરત : બે યુવકોએ રૂ.25 હજારના ખર્ચે દોઢ કિમીની રેન્જવાળું ડ્રોન તૈયાર કર્યું.

0
9

સુરત શહેરના નીરવ લખાણી (19 ‌‌‌‌‌વર્ષ) અને મયુર ઠુંમરે (26 વર્ષ) લોકડાઉનમાં 25 હજારના ખર્ચે દોઢ કિમી રેન્જ વાળું 1.5 કિલોનું ડ્રોન વિમાન તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ કોઈ મેડિકલ ઈમરજન્સી, પાર્સલ ડિલિવરી તેમજ એગ્રીકલ્ચરના કોઈ કાર્ય માટે લઈ શકાય છે. લોકડાઉનના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી કંઈક નવું કરવાના વિચારથી બંને ડિવાઈસ બનાવવાની પ્રેરણા મળી હતી. આ ઉપરાંત તેમણે બ્લુટુથ કાર, એલઈડી ગેમ પણ બનાવી છે. હાલ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ચેનલ શરૂ કરી છે જયાં તેઓ ઘરે આ દરેક વસ્તુ કઈ રીતે બનાવી શકાય તેની જાણકારી અન્ય વિદ્યાર્થીઓને આપે છે.

ત્રણ વખત આખું ડ્રોન બન્યા પછી તૂટી ગયું હતું, ચોથા પ્રયાસે સફળતા મળી

આ ડ્રોન સામાન્ય ડ્રોનની જેમ જ કામ કરે છે. જેનું નામ DEVSKY v.1.1 રાખવામાં આવ્યું છે. જેને એગ્રીકલ્ચર, આર્મી સર્વેલન્સ, મેડિકલ ઇમરજન્સીના સમયે ઉપયોગ કરી શકાય છે. ડ્રોનમાં 4 મોટર અને એક કંટ્રોલરનો ઉપયોગ કરાયો છે. ત્રણ વખત આખું ડ્રોન બન્યા પછી તૂટી ગયું હતું. ત્યારબાદ ચોથા પ્રયાસમાં ડ્રોન સફળતાપૂર્વક બન્યું હતું. જેમાં 1 મહિનાનો સમય લાગ્યો હતો. તેને તૈયાર કરવાનો ખર્ચ 25 હજાર રૂપિયા જેટલો થયો હતો.

અત્યારે આ ડ્રોન દોઢ કિમી સુધીની રેન્જ સુધી જઈ શકે છે. તેમજ દોઢ કિલો સુધીનું વજન ઊંચકી શકે છે. હજુ એગ્રીકલ્ચરમાં 20 થી 25 કિગ્રા જેટલું વજન ઊંચકી શકે તેવું તૈયાર કરવામાં આવશે. ડ્રોનમાં લિથિયમ પોલીમરની બેટરીનો ઉપયોગ કર્યો છે. જો ચાર્જેબલ બેટરી છે. જો પવન ન હોય તો 15 મિનિટ સુધી બેટરી લાઈફ ચાલે છે.

બાળકો માટે LED બોર્ડ બનાવ્યું છે. જેમાં શૂન્ય અને ચોકડીની જેમ લાઇનીંગ બનાવી છે. આ ગેમ વિજેતાને જાતે ડિટેકટ કરે છે. જે પણ ખાનામાં વચ્ચે આંગળી મૂકશો ત્યાં શુન્ય કે ચોકડી પણ જાતે જ ડિટેકટ કરી લેશે. જો તમે વિજેતા થાવ તો તમારી શૂન્યનો અથવા ચોકડીનો જે ક્લર હશે તે ક્લરની લાઈટ બોર્ડમાં થઈ જશે. જો કોઈ વિજેતા ન થાય તો ડેસ્ક બોર્ડનો ક્લર બદલાશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here