દહેગામ : નાગજીના મુવાડા પાસે આવેલી મેશ્વો નદીમાં મોટા મુવાડાના બે યુવાનો ડૂબી જતા ભારે ચકચાર મચી જવા પામી.

0
248

 

દહેગામ તાલુકાના નાગજી ના મુવાડા પાસે આવેલી મેશ્વો નદીમાં મોટા મુવાડાના બે યુવાનો ડૂબી જતા ભારે ચકચાર મચી જવા પામી.

 

 

નાગજીના મુવાડા પાસે આવેલી મેશ્વા નદીમાં મોટા મુવાડાના બે યુવાનો ડૂબી જતા તેમનું થયું મોત.
મેશ્વો નદીના કિનારા ઉપર સાત યુવાનો ભેસો ચરાવવા માટે આવ્યા હતા. તેમાંથી બે યુવાનો ડૂબી જતા મોત.
ઘટનાસ્થળે તાલુકાના અધિકારીઓની પ્રસંશનીય કામગીરી થી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
બે યુવાનોના મોત થતાં સમગ્ર ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી.

 

 

બાઈટ : એચ.એલ. રાઠોડ. (મામલતદાર દહેગામ)

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામ પાસે આવેલી મેશ્વા નદીમાં મોટાના મુવાડા સાત યુવાનો મેશ્વા નદીમાં ભેંસો ચરાવવા માટે આવ્યા હતા. ત્યારે આ યુવાનો નદીમાં નાહવા પડતા તેમાંથી બે યુવાનો આ નદીના ધરામાં ડૂબી જતાં અન્ય યુવાનો ભાગી જવા પામ્યા હતા. આ બનાવની જાણ ગામમાં પ્રસરી જતાં 1000 જેટલા લોકો નદીના તટ ઉપર આ બનાવની જોવા માટે ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ દહેગામ મામલતદાર એચ. એલ. રાઠોડ તાલુકા વિકાસ અધિકારીશ્રી રૂબી બેન રાજપુત, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, રખિયાલ પી.એસ.આઇ એ.જે. શાહ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, વી.સી.રાવલ અને તલાટી સરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

 

આ યુવાનોને બહિયલ કાલુભાઈ તરવૈયા ટીમને બોલાવીને શોધખોળ ચાલુ કરી દેતા એક જ કલાકમાં બંને લાશો બહાર કાઢવામાં આવી હતી. આમ તાલુકાનું વહીવટી તંત્રની સુંદર કામગીરી ઉત્તમ ઉદાહરણ દેખાઈ આવે છે. બનાવસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સરકારી અધિકારીઓની સારી કામગીરીને લીધે આ બંને યુવાનની લાશ નદીમાંથી કાઢવામાં આવી હતી.

બાઈટ : કાલુભાઈ તરવૈયા

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here