કચ્છ : નખત્રાણાના માધાપર પાસે ટ્રક અને બોલેરો વચ્ચેના અકસ્માતમાં બે યુવાનોના મોત, એક ઈજાગ્રસ્ત

0
6

ભુજ. નખત્રાણા તાલુકાના મંગવાણા નજીક માધાપર પાસે આજે વહેલી સવારે ટ્રક અને બોલેરોનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં સવાર પવનચક્કી કંપનીના બે પરપ્રાંતિય કર્મીઓનો મોત થયા હતા. નખત્રાણા પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

ભુજ જતી વેળા ખાનગી કંપનીની ગાડીનો અકસ્માત

આજે વહેલી સવારે  સિમેન્સ ગામેશા નામક રિન્યુએબલ એનર્જી કંપનીના મૂળ તામિલનાડુના બે કર્મચારીઓ ભુજ તરફ જતાં બોલેરોમાં જતા હતા. ત્યારે નલિયા તરફ જતી ટ્રકનો દેશલપર અને મંગવાણા વચ્ચે આવતા માધાપર પાસે વળાંકમાં અકસ્માત થયો હતો. જેમાં બોલેરોમાં બેઠેલો મની કેદન (ઉ.વ.24) અને મની વનન  (ઉ.વ.21)ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે રાજેશ નરશી મહેશ્વરી નામના માંડવીના મઉ ગામના 35 વર્ષીય વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here