ઉદ્ધવ આજે અયોધ્યામાં પણ કોરોનાના ભયથી નહીં કરે આ કામ

0
12

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યાનો પ્રવાસ કરવાના છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકારના 100 દિવસ પુરા થવા પર ઉદ્ધવ અહીં ભગવાન રામલલાની પૂજા કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવની આ પ્રથમ અયોધ્યા યાત્રા હશે. જણાવી દઈએ કે, 28 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.

કોરોના વાયરસના કારણે નહીં કરે આ કામ

ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા પ્રવાસને લઈને શિવસેના નેતા સંજય રાઉતે 6 માર્ચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના ચીફ ઉદ્ધવ આજે અયોધ્યા જશે. જો કે તેઓ સરયૂ નદીના તટ પર આરતીમાં ભાગ નહીં લે. રાઉતે જણાવ્યું કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આરતીનો કાર્યક્રમ નહીં યોજાય.

આરતીના પ્રોગ્રામ પર રોક

સ્થાનિક વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે સરયુ નદીના કાંઠે થતા આરતીના પોગ્રામ પર રોક લગાવી દીધી છે. જણાવી દઈએ કે, અગાઉ ઉદ્ધવ ઠાકરેનો સરયુના તટ પર આરતીમાં ભાગ લેવાનો કાર્યક્રમ હતો. ઉદ્ધવ ઠાકરેના આવ્યા પહેલા મોટી સંખ્યામાં શિવ સૈનિકો અહીં પહોંચવા લાગ્યા છે. શિવસૈનિકોને લઈને એક ખાસ ટ્રેન મુંબઈથી અયોધ્યા પહોંચી રહી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાંથી પણ શિવસૈનિકો અયોધ્યા પહોંચવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here