વડોદરા : ભાજપ કાર્યલય ખાતે મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા લીરેલીરા.

0
8

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીના જન્મદિનની ઉજવણી પ્રસંગે કોવિડ-19 ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતાં ચર્ચાનો વિષય બન્યો છે. જન્મદિવસની ઉજવણીમાં કોઈએ માસ્ક પહેર્યુ નહોતુ અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું. આ મામલે વડોદરા શહેર ભાજપ પ્રમુખે સોશિયલ મીડિયા પર કોવિડ-19 નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. આ અંગે CN24NEWS એ ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઇ શક્યો નહોતો.

મહામંત્રી સહિત કોઈએ માસ્ક પહેર્યુ નહોતુ
મહામંત્રી સહિત કોઈએ માસ્ક પહેર્યુ નહોતુ

 

આમ જનતાને દંડ અને નેતાઓને માત્ર સૂચના

વડોદરા શહેર સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. કોરોના બીજા તબક્કામાં પ્રવેશ થતાં ગુજરાતના મોટા 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના આદેશ આપવામાં આવ્યા છે. આટલી ભયંકર મહામારીમાં પણ નેતાઓ કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે. આ અંગે નેતાઓને સૂચના આપવામાં આવે છે અને આમ જનતાને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા તંત્રની બે ધારી નીતિ સામે આવી છે.

જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ
જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ

 

શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પણ માસ્ક ન પહેર્યુ

પૂર્વ મેયર અને તાજેતરમાં શહેર ભાજપ મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા સુનિલ સોલંકીએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જેની તસવીરો સામે આવી છે. મનુભાઇ ટાવર ભાજપ કાર્યલય નીચે જ પોતાના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. સુનિલ સોલંકીએ માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.

સુનિલ સોલંકીએ માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી
સુનિલ સોલંકીએ માસ્ક પહેર્યા વગર કાર્યકર્તાઓ સાથે કેક કાપીને ઉજવણી કરી

 

ભાજપ દ્વારા મહામંત્રી સામે શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે?

ચિંતાની બાબત એ છે કે ખુદ સુનિલ સોલંકી પોતે માસ્ક વગર નજરે ચડ્યા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે સોશિયલ મીડિયા પર કાર્યકરોને નિયમોનું પાલન કરવા ટકોર કરી છે, ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે ભાજપ દ્વારા મહામંત્રી સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે?

ખુદ સુનિલ સોલંકી પોતે માસ્ક વગર નજરે ચડ્યા
ખુદ સુનિલ સોલંકી પોતે માસ્ક વગર નજરે ચડ્યા