યુકેની કંપની ટ્રાયમ્ફે ભારતીય માર્કેટમાં પોતાનું નવું ટ્રાઈડેન્ટ 660 બાઈક લોન્ચ કર્યું

0
1

યુકેની કંપની ટ્રાયમ્ફે ભારતીય માર્કેટમાં પોતાનું નવું ટ્રાઈડેન્ટ 660 બાઈક લોન્ચ કર્યું છે. આ કંપનીની સૌથી સસ્તું એન્ટ્રી લેવલ બાઈક પણ છે. તેની કિંમત 6.95 લાખ રૂપિયા છે. બાઈકમાં સર્ક્યુલર LED હેડલાઈટ, 14 લીટર કેપેસિટીવાળી સર્ક્યુલર ફયુલ ટેંક અને શાર્ટ ટેલ સેક્શન LED ટેલલાઈટ આપી છે. ભારતમાં તેની સરખામણી કાવાસાકી Z650,હોન્ડા CB650R અને ડુકાટી સ્ક્રેબલર 800 સાથે થઈ શકે છે.

કંપનીએ તેનું પ્રિ-બુકિંગ નવેમ્બર 2020માં શરુ કર્યું હતું, હાલ આ બાઈકને 50 હજાર રૂપિયાના ટોકન અમાઉન્ટ સાથે બુક કરી શકાય છે. કંપની ટૂંક સમયમાં ડિલિવરી શરુ કરશે. તેને 4 કલર ઓપ્શન ક્રિસ્ટલ વ્હાઈટ, સફાયર બ્લેક, મેટ જેટ બ્લેક, સિલ્વર આઈસ+ સિલ્વર આઈસ+ ડાયબ્લો રેડમાં ખરીદી શકશો.

બાઈકનું એન્જિન અને બીજા સ્પેસિફિકેશન

તેમાં 660ccનું લિક્વિડ કૂલ્ડ ઇનલાઈન 3 એન્જિન આપ્યું છે, તે 81Psનો પાવર અને 64Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6 સ્પીડ ગિઅરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં સ્લિપ અને આસિસ્ટ ક્લચ હોય છે.

તેમાં સિંગલ પીસવાળી સીટ, ટિયરડ્રોપ રિઅર વ્યૂ મિરર, બોડી કલર રેડિએટર કાઉલ અને અંડરબેલી એક્ઝોસ્ટ છે. બાઈકમાં 17 ઇંચના અલોય વ્હીલ મળશે. સસ્પેન્શન 41mm USD ફોકસ અને રિઅરમાં 133.5mmનો એડજસ્ટેબલ મોનોશોક છે.

તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કંસોલ, સેલ્ફ કેન્સ્લિંગ ટર્ન ઈન્ડિકેટર્સ, રાઈડિંગ મોડસ, સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ અને ડ્યુઅલ ચેનલ ABL આપી છે. આ ટર્ન બાય ટર્ન નેવિગેશનની સાથે આવે છે. રાઈડિંગ દરમિયાન બાઈકમાં તમે કોલ અને મ્યુઝિક કંટ્રોલ કરી શકો છો. સેફ્ટી માટે તેમાં 310mmની ડિસ્ક અને રિઅર વ્હીલમાં 255mmની ડિસ્ક બ્રેક આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here