Friday, April 19, 2024
HomeUK- દુબાઈના ડૉક્ટરો જે ન કરી શક્યા તે ભારતીય ડૉક્ટરોએ કરી બતાવ્યું
Array

UK- દુબાઈના ડૉક્ટરો જે ન કરી શક્યા તે ભારતીય ડૉક્ટરોએ કરી બતાવ્યું

- Advertisement -

દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં સીનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરતી મહિલાનું અનોખુ ઓપરેશન થયું. તેનું મોં 30 વર્ષથી બંધ હતું જેને એક ગંભીર ઓપરેશન દ્વારા ખોલવામાં આવ્યું. દોઢ મહિના પહેલા 30 વર્ષની આસ્થા મોંગિયાને સર ગંગા રામ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં લઈ જવામાં આવી હતી.

જન્મથી જ મોં અને જડબાનું હાડકું જોડાયેલું હતું

આસ્થા મોંગિયા જન્મથી પીડિત હતી અને તેનાં જડબાના હાડકા મોંની બંને તરફથી ખોપરીના હાડકા સાથે જોડાયેલા હતા. તેના કારણે તે પોતાનું મોં નહોતી ખોલી શકતી. એટલે સુધી કે તે પોતાની આંગળી દ્વારા પોતાની જીભને પણ સ્પર્શ નહોતી કરી શકતી અને ન કંઈ ખાઈ શકતી હતી. તે પ્રવાહી પદાર્થ પર જીવતી હતી. મોં ન ખોલવાને કારણે દાંતોમાં ઈન્ફેક્શન થઈ ગયું અને હવે થોડા દાંત બાકી છે. મહિલા એક આંખથી જોઈ પણ શકતી નથી.

યુકે-દુબઈની હોસ્પિટલોએ સર્જરી કરવાની ના પાડી હતી

સૌથી મોટી સમસ્યા એ હતી કે એ મહિલાનો આખો લોહીથી ભરેલી નસોની ગાંઠોથી ભરેલો હતો. તેના કારણે કોઈપણ હોસ્પિટલ સર્જરી માટે તૈયાર નહોતી. પરિવારે મહિલાને ભારતા સિવાય યુકે અને દુબઈની મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું, પરંતુ બધા લોકોએ સર્જરી માટે ના પાડી દીધી હતી.

એક ભૂલથી દર્દીનો જીવ પણ જઈ શકતો હતો

સર ગંગા રામ હોસ્પિટલના સિનિયર પ્લાસ્ટિક સર્જન ડૉ. રાજીવ આહુજાએ જણાવ્યું હતું કે, જ્યારે અમે દર્દીને જોઈ ત્યારે પરિવારને જણાવ્યું કે સર્જરી ઘણી જટિલ છે અને વધારે રક્તસ્રાવથી ઓપરેશન ટેબલ પર મૃત્યુ પણ થઈ શકે છે. અમે પ્લાસ્ટિક સર્જરી, વેસ્ક્યુલર સર્જરી એન્ડ રેડિયોલોજી વિભાગની ટીમ બોલાવી અને ઘણી ચર્ચાઓ બાદ આ જટિલ સર્જરીને કરવાનું નક્કી કર્યું. સર્જરી માટે ટીમનું નેતૃત્વ ડૉ. રાજીવ આહુજાએ કર્યું. આ ટીમમાં ડૉ. રમન શર્મા અને ડૉ. ઈતિશ્રી ગુપ્તા (પ્લાસ્ટિક સર્જરી), ડૉ. અંબરિશ સાત્વિક (વેસ્ક્યુલર એન્ડ એન્ડોવસ્ક્યુલર સર્જરી) અને ડૉ. જયશ્રી સુદ અને ડૉ. અમિતાભ (એનેસ્થેસિયા ટીમ) સામેલ હતા.

સાડા ત્રણ કલાક સુધી મહિલાનું ઓપરેશન ચાલ્યું

ઓપરેશનના 3 સપ્તાહ પહેલા દર્દીના ચહેરા પર એક ખાસ ઈન્જેક્શન (સ્કલેરોસેન્ટ) લગાવવામાં આવ્યું, જેનાથી લોહીથી ભરેલી નસો થોડીક સંકોચાઈ જાય છે. 20 માર્ચ 2021ના રોજ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને સૌથી પહેલા ધીમે ધીમે ગાંઠમી નસોને બચાવતા ડૉક્ટર મોંની જમણી બાજુએ પહોંચ્યા, જ્યાં જડબું ખોપરી સાથે જોડાયેલું હતું. ત્યારબાદ તેને કાપીને અલગ કરવામાં આવ્યું. આવી જ રીતે ડાબી બાજુમાં પણ જોડાયેલા જડબાને અલગ કરવામાં આવ્યું. અહીં નાની એવી ભૂલથી જો ટ્યુમરની નસ કપાઈ જાય તો દર્દીનું ઓપરેશન થિયેટરમાં જ મૃત્યુ થઈ શકતું હતું. સંપૂર્ણ રીતે સફળ ઓપરેશનમાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.

4-6 સેન્ટિમીટર સામાન્ય વ્યક્તિનું મોં ખુલે છે

ઓપરેશન ટેબલ પર દર્દીનું મોં લગભગ અઢી સેન્ટિમીટર જેટલું ખુલ્યું હતું. 25 માર્ચ 2021ના રોજ જ્યારે આસ્થા મોંગિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો તેનું મોં 3 સેન્ટિમીટર ખુલ્યું હતું. જ્યારે એક સામાન્ય વ્યક્તિનું મોં લગભગ 4થી 6 સેન્ટિમીટર ખુલે છે. ડૉ. રાજીવ આહુજાએ જણાવ્યું કે, હવે મોંની ફિઝિયોથેરપી અને વ્યાયામથી દર્દીનું મોં વધારે ખુલશે.

સામાન્ય રીતે વાત કરી શકે છે મહિલા

મહિલાના પિતા હેમંત પુષ્કર મોંગિયાએ જણાવ્યું કે, મારી દીકરીએ છેલ્લા 30 વર્ષમાં ઘણી પીડા સહન કરી છે. તેનું મોં એટલું પણ નહોતું ખુલી શકતું કે તે પોતાની જીભને હાથથી સ્પર્શ કરી શકે. સફળ સર્જરી બાદ તે ન માત્ર પોતાનું મોં ખોલી શકે છે, પરંતુ પોતાની જીભને સ્પર્શ કરી શકે છે અને સામાન્ય રીતે વાતચીત કરી શકે છે.

મહિલાએ ભગવાન અને ડૉક્ટરનો આભાર માન્ય

30 વર્ષ બાદ પોતાનું મોં ખોલ્યા પછી આસ્થા મોંગિયાએ કહ્યું, ‘હું આ બીજા જન્મ માટે ભગવાન અને ડોકટરોનો આભાર માનું છું.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular