યુકે સ્ટડી રિપોર્ટ:10 દિવસમાં 143થી 190 નવા કેસ મળી શકે

0
5

યુકેમાં તાજેતરના સ્ટડી રિપોર્ટ મુજબ, યુ.કે.સ્ટ્રેનથી લક્ષણો, બીમારીનો સમયગાળામાં કોઈ ફેરફાર દેખાયો નથી. પરંતુ અગાઉના વાઇરસના કારણે 10 દિવસમાં જો 100 નવા કેસ મળી આવે તેની તુલનાએ યુકે સ્ટ્રેનથી 10 દિવસમાં 143થી 190 નવા કેસ મળી શકે છે. જો આ સ્પીડમાં કેસ વધે તો શહેરની સ્થિતિ વધુ ગંભીર બની શકે. આ રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે આ સ્ટ્રેનને રોકવા લોકડાઉન જરૂરી છે.

લક્ષણો : કફ, સુકી ખાસી, તાવ, શરીરમાં દુ:ખાવો થાય છે
યુકે સ્ટ્રેન વાઇરસના લક્ષણો અગાઉના વાઇરસ જેવા જ છે. આ સ્ટ્રેનમાં પણ કફ, સુકી ખાંસી, તાવ આવવો, શરીરમાં દુ:ખાવો સહિતના લક્ષણો છે. જોકે સ્વાદ જવા અંગે કોઇ સ્પષ્ટતા રિપોર્ટમાં કરવામાં આવી નથી.

ગંભીરતા : અસર 7થી 10 દિવસમાં જોવા મળે છે
યુકે સ્ટ્રેનના વાઇરસની ગંભીરતા પણ અગાઉના વાઇરસ જેવી છે. એટલે કે આ વાઇરસની ગંભીર અસર પણ 7થી 10 દિવસ દરમિયાન જ જોવા મળે છે. જો તે પહેલા નિદાન કરવામાં આવ્યું હોય તો ગંભીર અસર જોવા મળતી નથી.

ચેપ : પોઝિટિવ વ્યક્તિને 10 દિવસ પછી મળો તો પણ ચેપ લાગે
યુકે સ્ટ્રેનનો વાઇરસ ગંભીર ઓછો છે પરંતુ ચેપી વધારે છે. જો આ વાઇરસ કોઇના શરીરમાં હોય તો 10 દિવસ પછી પણ તે વ્યક્તિ અન્ય વ્યક્તિને ચેપ લગાવી શકે છે. અગાઉના વાઇરસમાં 10 દિવસ પછી ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી હતી.

ટ્રાન્સમિશન : મ્યુટેશન પછી પણ વાઇરસનો લોડ વધે છે
યુકે સ્ટ્રેનનો વાઇરસ એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશે ત્યારે તે વધુ ચેપી બની જાય છે. અર્થાત મ્યુટેશન થયા પછી પણ વાઇરસનો લોડ વધતો હોય છે. જેથી વાઇરસનું ટ્રાન્સમિશન ખુબ જ ઝડપથી અને ચેપી થાય છે.

ખબર કેવી રીતે પડે? : બ્લડના ટેસ્ટિંગથી સ્પષ્ટ થઇ શકે
કોરોના છે કે કેમ તેની માટે અને વાઇરસ લોડ કેટલો છે તેની માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ યુકે સ્ટ્રેનનો વાઇરસનો લોડ આરટીપીસીઆરથી સ્પષ્ટ થતો નથી. તેના માટે જીનોમ ટેસ્ટ કરવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here