Tuesday, September 21, 2021
Homeઉકાઇ ડેમમાં ૧.૪૧ લાખ કયુસેક ઇનફલો ઠલવાતા સપાટીમાં વધારો થઇને ૩૨૦.૩૨ ફૂટ...
Array

ઉકાઇ ડેમમાં ૧.૪૧ લાખ કયુસેક ઇનફલો ઠલવાતા સપાટીમાં વધારો થઇને ૩૨૦.૩૨ ફૂટ નોંધાઇ

ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં મેઘરાજાની મહેર અને હથનુર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા રવિવારે ઉકાઇ ડેમમાં ૧.૪૧ લાખ કયુસેક ઇનફલો ઠલવાતા સપાટીમાં વધારો થઇને ૩૨૦.૩૨ ફૂટ નોંધાઇ હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં ડેમની સપાટીમાં ૬ ફૂટનો વધારો થયો છે.

વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર ચીખલધરામાં ૩ ઇંચ, ટેસ્કામાં ૨ ઇંચ, સરનખેડામાં ૧.૫ ઇંચ, લખપુરીમાં ૧ ઇંચ, ખેટીયામાં ૦.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી પણ ૮૦,૦૦૦ કયુસેક પાણી છોડીને ઘટાડતા જઇને મોડી સાંજે ૫૭,૦૦૦ કયુસેક કરી દેવાયું હતુ. આમ વરસાદ અને હથનુર ડેમમાંથી પાણી છોડાતા રવિવારે સવારે ઉકાઇ ડેમમાં ૧.૪૧ લાખ કયુસેક ઇનફલો આવ્યો હતો. તે મોડી સાંજે ૬ વાગ્યે ઘટીને ૧.૩૧ લાખ કયુસેક થયો હતો.

આમ આખો દિવસ ઉકાઇ ડેમમાં પાણીની આવક આવતા સપાટીમાં વધારો થઇને મોડી સાંજે ૬-૦૦ વાગ્યે ૩૨૦.૩૨ ફૂટ નોંધાઇ હતી. જે ડેમના રૃલ લેવલ ૩૩૩ ફૂટ કરતા ૧૩ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ કરતા ૨૫ ફૂટ ઓછી છે. ગત ગુરૃવારે મોડી સાંજે ૬-૦૦ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૧૪.૫૦ ફૂટ નોંધાઇ હતી. આમ ત્રણ દિવસમાં ૬ ફૂટનો વધારો થતાં સત્તાધીશોને રાહત થઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments