Wednesday, September 22, 2021
Homeહરિયાણામા ગોપાલ કાંડાની મદદથી સરકાર બનાવવા પર ભડક્યા ઉમા ભારતી, કર્યો ભાજપ...
Array

હરિયાણામા ગોપાલ કાંડાની મદદથી સરકાર બનાવવા પર ભડક્યા ઉમા ભારતી, કર્યો ભાજપ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ બળાત્કારના આરોપમા ૧૮ મહિના સુધી જેલમા બંધ ગોપાલ કાંડાના સમર્થનથી હરિયાણા સરકાર બનાવવાની કવાયતનો વિરોધ કર્યો છે. તેમણે એક ટ્વીટ કરીને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ પર જબરજસ્ત હુમલો કર્યો છે. તેની પર કટાક્ષ કર્યો છે અને નૈતિકતાની યાદ અપાવી છે.

ઉમા ભારતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘ જો ગોપાલ કાંડા એ જ વ્યકિતની છે જેના લીધે એક યુવતીએ આત્મ હત્યા કરી લીધી એન તેમની મા એ ન્યાય નહીં મળવા પર આત્મ હત્યા કરી લીધી હતી. આ કેસ અદાલતમા વિચારાધીન છે. આ વ્યક્તિ જામીન પર બહાર છે.

ઉમા ભારતીએ કાંડાના ચુંટણી જીતવા પર સવાલ ઉઠાવ્યા કે ચુંટણી જીતી જવાથી કોઈ અપરાધ મુક્ત થતું નથી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ગોપાલ કાંડા નિર્દોષ છે કે અપરાધી એ તો કાયદો સાક્ષીના આધારે નક્કી કરશે. પરંતુ ચુંટણી જીતવાથી ગુન્હાઓથી મુક્ત નથી થવાતું. ચુંટણી જીતવા માટે અનેક પરિબળો કામ કરે છે.

મધ્ય પ્રદેશની પૂર્વ સીએમ ઉમા ભારતીએ પક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે પક્ષ એ બાબતના ભૂલે કે સમગ્ર દુનિયા મોદીજીની સાથે છે. ઉમાભારતીએ ટ્વીટ કરીને લખ્યું કે હું ભાજપને અપીલ કરું છું આપણે આપણા નૈતિક મુલ્યોને ના ભૂલીએ. અમારી પાસે તો નરેન્દ્ર મોદી જેવી શકિત છે. તેમજ દેશ નહીં સમગ્ર દુનિયાની જનતા મોદીજીની સાથે છે તથા મોદીજીએ સતોગુણી ઉર્જાના આધાર પર રાષ્ટ્રવાદની શકિત ઉભી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments