ઉમર ખાલિદના બહાને બોલિવૂડ પર પ્રહાર : ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કંગના ભડકી, કહ્યું……..

0
8

JNU વિદ્યાર્થીસંઘના પૂર્વ નેતા ઉમર ખાલિદના બહાને કંગનાએ બોલિવૂડ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટર-એક્ટ્રેસની તુલના આતંકવાદી સાથે કરી છે. હાલમાં જ દિલ્હી પોલીસે ઉમર ખાલિદ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે CAA અને NRCના વિરોધમાં દિલ્હીમાં થયેલા તોફાનોમાં આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું.

કંગનાએ કહ્યું, ભારત જાગે અને જુએ

કંગનાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘બુલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વધુ એક ફાંડો ફૂટી ગયો. JNUના વિદ્યાર્થીઓ તથા શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શનનું સમર્થન કરનાર લોકોએ તોફાનો ભડકાવવામાં મદદ કરી છે. આ કથિત એક્ટ્રેસ, એક્ટ્રેસિસ આતંકીઓથી ઓછા નથી. ભારત જાગે અને જુએ.’

કંગનાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, ‘હવે આ વાત સાબિત થઈ ગઈ કે JNUના વિદ્યાર્થીઓએ ખોટી રીતે માહિતી ફેલાવી હતી અને CAA અંગે ખોટું બોલ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમણે નફરત, ખોટું તથા આતંકવાદ ફેલાવવામાં હિસ્સો લીધો. તો શું આ ફિલ્મી જોકર આ દેશની માફી માગશે. જોકે, દિલ્હીના તોફાનોમાં જાન ગુમાવનારાઓની ભરપાઈ કોણ કરશે?’

 

ઉમર ખાલિદના વિરુદ્ધ ફાઈલ થયેલી ચાર્જશીટમાં શું લખવામાં આવ્યું છે?

પોલીસે કડકડડૂમા કોર્ટમાં 100 પાનાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે ઉમર ખાલિદ, ખાલિદ સૈફી તથા આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈને 8 જાન્યુઆરીના રોજ મિટિંગ કરીને શાહીન બાગમાં તોફાનો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ તમામ લોકોએ શાહીન બાગમાં તે જ જગ્યાએ મીટિંગ કરી હતી, જ્યાં ડિસેમ્બર, 2019થી માર્ચ, 2020 સુધી સમુદાય વિશેષની મહિલાઓએ CAA વિરુદ્ધ ધરણા કર્યાં હતાં.

JNU વિરોધ પ્રદર્શનને અનેક સેલેબ્સે સપોર્ટ કર્યો હતો

JNUમાં CAAના વિરોધમાં થયેલા ધરણાને અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, અનુભવ સિંહા, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, અલી ફઝલ, રાહુલ ધોળકિયા, નીરજ ઘેવાન, રીમા કાગતી, હંસલ મહેતા, વિક્રમાદિત્ય મોટવાણે, સૌરભ શુક્લા, રેખા ભારદ્વાજ, સુધીર મિશ્રા તથા રાજકુમાર ગુપ્તા સહિત અનેક સેલેબ્સે સમર્થન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here