લોકડાઉન : રાજકોટ : તડકામાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફને PI દ્વારા છત્રીઓ આપવામાં આવી

0
13

રાજકોટ. કોરોના સંક્રમણને લઇને રાજકોટ જેલમાંથી આજે 47 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. ભરણપોષણના 36 કેદીઓ અને માઇનોર ગુનાના કાચા કામના 11 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલના 70થી વધુ કેદીઓએ જામીન માટે અરજી કરી હતી. અરજી લોકડાઉનના પગલે જેલ તંત્ર દ્વારા કેદીઓને તેના ઘર સુધી સરકારી વાહનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સાથે જ કેદીઓને બીએપીએસના સહયોગથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાસન કીટ આપવામાં આવી હતી.

નોઇડાથી આવેલા 29 લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા

ગત તા. 14 થી 20 માર્ચ, 2020 દરમિયાન નોઈડા અને દિલ્હીના કોરોના હોટ સ્પોટ એરિયામાં લોકેશન ધરાવતાં 29 જેટલા લોકો રાજકોટમાં પાછા આવ્યા છે. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય સ્ટાફે રાત્રી દરમિયાન જ કામગીરી હાથ ધરી આ તમામ 29 લોકોની ઓળખ કરી લીધી છે. ઉપરાંત આ 29 પૈકી એક પણ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યા નથી. વાંકાનેરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને કોરોના શંકાસ્પદ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વૃદ્ધના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. પંરતુ રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું છે. આજે સાંજે તેનો રિપોર્ટ આવશે.

દિલ્હી નિઝામુદ્દીન મરકજમાં રાજકોટનો એક પણ વ્યક્તિ હાજર રહ્યો નહોતો

દિલ્હી નિઝામુદ્દીન મરકજમાં રાજકોટનો એક પણ વ્યક્તિ હાજર રહ્યો નહોતો. આ કાર્યક્રમની 36 લોકોની સંભવિત યાદી બહાર આવી હતી. પરંતુ તમામની ચકાસણી કરતા એક પણ વ્યક્તિ દિલ્હી ગયો નહોતો. કાર્યક્રમમાં હાજર ન હોવાનું સામે આવતા આરોગ્ય અને પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. આજથી સસ્તા અનાજની દુકાનેથી  મફ્ત અનાજ લોકોને આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના હનુમાન મઢી ચોકમાં આવેલી સસ્તા અનાજની દુકાને લોકોની લાંબી લાઇન લાગી છે. લોકો તંત્રએ કરેલા સર્કલમાં જ ઉભા રહી નિયમોનું પાલન કરી રહ્યા છે. ટોળાશાહી ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં 12 દર્દાના સેમ્પલ લેવાયા

કોરોના વાઇરસને લઇને વિદેશથી આવેલા અને બહરાના રાજ્યમાંથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટીન કરાયા છે. રાજકોટમાં હાલ 315 લોકો હોમ ક્વોરન્ટીન છે. લોકડાઉન વચ્ચે પણ હોમ ક્વોરન્ટીનનો ભંગ કરી લોકો બહાર ઘૂમી રહ્યા છે. આથી હોમ ક્વોરન્ટીન લોકો જાહેરનામાનો ભંગ ન કરે તે માટે રાજકોટ મનપાએ અગત્યનો નિર્ણય લીધો છે. હોમ ક્વોરન્ટીન લોકોના ઘરની બહાર ગાર્ડ મુકવામાં આવશે. હોમ ક્વોરન્ટીન લોકો બહાર નીકળવાની ફરિયાદો મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં આજે 1 એપ્રિલે 12 શંકાસ્પદ કોરોના વાઇરસના દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 8 રાજકોટ શહેરના, બે ગ્રામ્ય અને બે અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. તેમજ બેબાળકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં ગીર સોમનાથ જિલ્લાના લોકો પણ ગયાની શંકા

દિલ્હીના નિઝામુદ્દીન ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના લોકો પણ ગયાની શંકા છે. ગીર સોમનાથ પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે. જિલ્લા LCB દ્વારા જિલ્લાભરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાંથી કેટલાક લોકો દિલ્હી ગયાની શંકા સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here