અમદાવાદ : નરોડા પાટિયા કાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોએ છરા-લોખંડની સ્ટીકથી હુમલો કર્યો

0
4

અમદાવાદ. નરોડા પાટિયા કાંડમાં નિર્દોષ છૂટેલા 52 વર્ષના ઉમેશ સુરાભાઈ ભરવાડ પર બે શખ્સોએ હુમલો કર્યો છે. ઉમેશ ભરવાડ મહાસુખનગરમાં પોતાના ઘરે મોડી રાતે આવીને કૃષ્ણનગર નોબેલ સ્કૂલ પાસે પોતાની બુલેટ પાર્ક કરીને ઉભા હતા. તે દરમ્યાન એક્ટિવા પર આવેલ બે આરોપીઓએ છરા અને લોખંડની સ્ટીકથી તેમના પર હુમલો કરી પંદરેક ઘા કરીને ફરાર થઈ ગયા હતા. ઉમેશ ભરવાડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

વહેલી સવારે કૃ્ષ્ણનગર પોલીસને આ ઘટનાની જાણ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ ભરવાડે ખોટી આઈડીથી રહેતા બાંગ્લાદેશીઓની જાણ તેમજ તે અંગેની રજૂઆતો સ્થાનિક પોલીસને કરતા હતા.