ત્રીજી ટેસ્ટ પહેલા પેસ બૈટરી મુશ્કેલીમાં : શમી બાદ ઉમેશ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસની બહાર.

0
0

ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર છે. બીજી ટેસ્ટમાં ઘાયલ થયેલ પેસર ઉમેશ યાદવ હવે સીરીઝમાં આગળ રમી શકશે નહીં. ઉમેશ દેશ પરત ફરી રહ્યો છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુર અથવા ટી નટરાજનને સિડની ટેસ્ટમાં તક મળી શકે છે.

મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ઉમેશ ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્નાયુઓમાં ખેંચ છે. આ મેચમાં તેની બાકીની ઓવર મોહમ્મદ સિરાજે પૂર્ણ કરી હતી. ઉમેશ ફીટ થયા પછી તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA)માં ટ્રેનિંગ લેશે.

આપણાં ત્રણ પેસર ઇજાગ્રસ્ત

  • ઇશાંત શર્મા: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઇ શકતો ન હતો. તેની પીઠમાં ખેંચ છે.
  • મોહમ્મદ શમી: પ્રથમ ટેસ્ટ દરમિયાન પેટ કમિન્સનો બોલ હાથ પર વાગ્યો હતો. ફ્રેકચર થયું હતુ. દેશ પરત ફર્યા છે. 6 અઠવાડિયા સુધી આરામ કરશે.
  • ઉમેશ યાદવ: બીજી ટેસ્ટ દરમિયાન જાંઘની માંસપેશીઓ ખેંચાઈ હતી. દેશ પરત ફરી રહ્યો છે.

શાર્દુલને બેટિંગ સ્કિલ્સનો લાભ મળી શકે છે

મુંબઈના ઓલરાઉન્ડર શાર્દુલને ઉમેશની જગ્યાએ સિડની ટેસ્ટમાં તક મળી શકે છે. તે પેસર હોવાની સાથે જ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે. BCCIના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને કહ્યું- લોકો ટી. નટરાજનને લઈને ખુશ અને ઉત્સુક છે. પરંતુ, તે તામિલનાડુ માટે માત્ર એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

શાર્દુલ ઘણી સીઝનથી મુંબઈ માટે રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. તેની પાસે વેસ્ટ ઇન્ડીઝ સામે તક હતી, પરંતુ કમનસીબે તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને એક ઓવર પણ પૂર્ણ કરી શક્યો નહીં. તેને ઉમેશની જગ્યાએ પ્લેઇંગ-11 માં તક મળી શકે છે.

જો કે આ મામલે અંતિમ નિર્ણય હેડ કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન અજિંક્ય રહાણે અને બોલિંગ કોચ ભરત અરૂણ જ લેશે. શાર્દુલ અત્યાર સુધી 62 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. આમાં તેની પાસે 206 વિકેટ છે. તેણે પાંચ ફિફ્ટી પણ ફટકારી છે.

ચાર ટેસ્ટ મેચની સીરીઝ હાલમાં 1-1થી બરાબર છે. ઓસ્ટ્રેલિયાએ એડિલેડની પ્રથમ ટેસ્ટ (ડે-નાઈટ)માં ભારતને 8 વિકેટે હરાવી દીધું હતું. બીજી ટેસ્ટમાં ભારતે 8 વિકેટથી જીત મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here