Sunday, September 19, 2021
HomeUNમાં મસૂદના ભવિષ્ય પર આજે નિર્ણય, અમેરિકાએ ચીનને અવરોધો નહીં ઉભા કરવા...
Array

UNમાં મસૂદના ભવિષ્ય પર આજે નિર્ણય, અમેરિકાએ ચીનને અવરોધો નહીં ઉભા કરવા ધમકી આપી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુલવામા આતંકી હુમલામા ગુનેગાર જૈશ-એ-મોહમ્મદ મસૂદ અઝહરને ઘેરવા માટે ભારત ભરપૂર કોશિશ કરી રહ્યું છે. આજે UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની બેઠકમાં એ નક્કી થઇ જશે કે, મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવે કે નહીં. ભારતની આ પહેલમાં અમેરિકા પણ સાથે છે. અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે, મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવો જોઇએ.

UNના નિર્ણય પહેલાં અમેરિકાનું નિવેદન
અમેરિકાએ કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પુરતા પુરાવાઓ છે. જો તેને ગ્લોબલ આતંકી જાહેર નહીં કર્યો તો તે સ્થિરતા અને શાંતિ માટે જોખમ ગણાશે. અમેરિકાએ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના સંબંધે UNમાં મહત્વનો નિર્ણય લેવાના પહેલાં નિવેદન આપ્યું.
અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, ભારત-અમેરિકા સાથે કામ કરી રહ્યા છે, JeMના આતંરરાષ્ટ્રીય આતંકી સંગઠનો છે અને મસૂદ તેનો ચીફ છે. મસૂદ ભારતીય ઉપમહાદ્વિપમાં શાંતિ માટે જોખમ છે.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ટ પલાડિનોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકા અને ચીન એ વાત પર સહમત છે કે, ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત થવી જોઇએ. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે હાલ અમેરિકામાં જ છે અને તેઓએ USના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરી હતી.
મસૂદ અઝહરના મામલાને લઇને ભારત ઘણું કડક વલણ અપનાવી રહ્યું છે, આ જ કારણ છે કે, અમેરિકાની સાથે રહીને UNSCમાં તેને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
વિજય ગોખલેએ મંગળવારે અમેરિકાના પોલિટિકલ અફેર્સ સેક્રેટરી ડેવિડ હેલ સાથે બેઠક કરી અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ચીને વિટોથી મસૂદને બચાવ્યો
ઉલ્લેખનીય છે કે, મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પહેલા પણ પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે, પરંતુ દરેક વખતે ચીને પોતાના વિટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને અટકાવી હતી. હવે પુલવામા આતંકી હુમલા બાદ એકવાર ફરીથી મસૂદ અઝહર વિરૂદ્ધ માહોલ બન્યો છે અને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન ફરીથી પ્રસ્તાવ લાવ્યા છે.
14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં CRPFના 44 જવાન શહીદ થયા હતા, ત્યારથી ભારત-પાકિસ્તાની સમર્થિત આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. આ ઘટના બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.
આ ઉપરાંત પણ 50 વર્ષીય મસૂદ અઝહરે ભારતમાં અનેક આતંકવાદી હુમલા કરાવ્યા છે, જેમાં સંસદ ભવન પર હુમલો, પઠાણકોટ વાયુસેના સ્ટેશન, ઉરીમાં આર્મી કેમ્પ, જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ સૈન્ય શિબિર પર હુમલાઓ કરાવ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments