Monday, January 24, 2022
HomeUN બાદ હવે અમેરિકાએ લાદેનના દીકરાને બ્લેકલિસ્ટ કર્યો, સંપત્તિ જપ્ત થશે
Array

UN બાદ હવે અમેરિકાએ લાદેનના દીકરાને બ્લેકલિસ્ટ કર્યો, સંપત્તિ જપ્ત થશે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)એ મોટો નિર્ણય લેતા અમેરિકન હુમલામાં માર્યા ગયેલા અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેનના દીકરા હમજા બિન લાદેનનું નામ પોતાની પ્રતિબંધિત યાદીમાં મુકી દીધું છે. આ યાદીમાં સામેલ કર્યા બાદ હવે હમજા બિન લાદેન પર યાત્રા પ્રતિબંધ લાગી જશે, તેની સંપત્તિઓ જપ્ત થઇ જશે અને તેના તરફથી થતી હથિયારોની ખરીદ આઉટલેટ પર પ્રતિબંધ લાગશે.

સંભવિત ઉત્તરાધિકારી બનવાની શક્યતા
હમજા બિન લાદેનને અલકાયદાના વર્તમાન ચીફ અયમાન અલ જવાહિરીના સૌથી સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે. UNSCની 1,267 ISIS અને અલકાયદા પ્રતિબંધ સમિતિએ ગુરૂવારે 29 વર્ષીય હમજાના નામને યાદીમાં નાખી દીધું હતું. આ જ દિવસે અમેરિકાએ હમજા અંગે જાણકારી આપનારને 10 લાખ ડોલર (અંદાજિત 7 કરોડ રૂપિયા)ના ઇનામની જાહેરાત કરી હતી.
સાઉદીએ નાગરિકતા રદ કરી
UNSC અને અમેરિકા તરફથી હમજાને લઇને કડક નિર્ણય બાદ સાઉદી અરેબિયાએ પણ શુક્રવારે જાહેરાત કરી કે તેણે હમજાની નાગરિકતા રદ કરી દીધી છે. સિક્યોરિટી કાઉન્સિલ તરફથી જાહેર પ્રેસ રિલીઝમાં કહ્યું કે, અલ જવાહિરીએ ઘોષણા કરી છે કે, સાઉદી અરેબિયામાં જન્મેલો હમજા બિન લાદેન અલ કાયદાનો અધિકારીક સભ્ય છે. UNSCએ કહ્યું કે, હમજાએ અલકાયદાના સભ્યોને આતંકવાદી હુમલા કરવાનું આહ્વાન કર્યુ છે. તેણે અલ જવાહિરીના સૌથી સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવે છે.
છેલ્લાં અનેક વર્ષોથી અમેરિકા જેહાદના ક્રાઉન પ્રિન્સના નામે કુખ્યાત હમજા બિન લાદેનના ઠેકાણાંઓ શોધવાની કોશિશ કરી રહ્યું છે. હમજા વિશે ક્યારેક તે પાકિસ્તાનમાં છૂપાયેલો છે, તો ક્યારેક અફઘાનિસ્તાન અથવા તે ઇરાનમાં છૂપાયેલો હોવાના સમાચાર આવતા રહે છે, પરંતુ હજુ સુધી તે અમેરિકાની પહોંચથી ઘણો દૂર છે.
હમજા ઓસાબાની જીવિત બચેલી ત્રણ પત્નીઓમાંથી એકનો દીકરો છે. આ ત્રણેય એબટાબાદમાં અમેરિકન હુમલાના સમયે લાદેનની સાથએ રહી હતી. લાદેનના મોત બાદ તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા જતા રહ્યા હતા. અહીં તેઓને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે શરણ આપી હતી.
હમજા 9/11 આતંકી હુમલા માટે વિમાન હાઇજેક કરનાર મોહમ્મદ અટ્ટાની દીકરી સાથે લગ્ન કરી ચૂક્યો છે. ઓસામાના પિતરાઇ ભાઇઓએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, હમજા કદાચ અફઘાનિસ્તાનમાં છે અને તેની પત્ની ઇજિપ્તની રહેવાસી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular