Tuesday, September 21, 2021
Homeયુએનએ ભારત માટે 7000 ઓક્સિજન કોન્સન્ટેટર્સ તથા કોરોના ટેસ્ટિંગ મશીનો મેળવ્યા
Array

યુએનએ ભારત માટે 7000 ઓક્સિજન કોન્સન્ટેટર્સ તથા કોરોના ટેસ્ટિંગ મશીનો મેળવ્યા

યુએનના વડાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએનની ટીમ ભારતમાં કોરોના મહામારીનો સામનો કરવામાં સરકારને મદદ કરવા માટે તેની એજન્સીઓ દ્વારા હજારો ઓક્સિજન કોન્સન્ટેટર્સ, ઓક્સિજન પેદાં કરવાના પ્લાન્ટ અને અન્ય આવશ્યક ઉપકરણો મેળવી રહી છે.

પ્રવક્તા ફરહાન હકે જણાવ્યું હતું કે અમારી ટીમ રેસિડેન્ટ કો ઓર્ડિનેટર રેનાટા લોકડેસિલીયેનની આગેવાની હેઠળ સ્થાનિક સરકારોને સહાય કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા ૭૦૦૦ ઓકસિજન સિલિન્ડર્સ અને ૫૦૦ નાક દ્વારા ઓક્સિજન આપવાના ઉપકરણો તથા ઓક્સિજન પેદાં કરવાના પ્લાન્ટ તથા અન્ય આવશ્યક વસ્તુઓ મેળવવામાં આવી છે.

હકે જણાવ્યું હતું કે હાલ તો ભારતને તેની જરૂર નથી તેમ કહીને આ સહાય નકારવામાં આવી છે પણ અમારી ઓફર ઉભી છે અને અમે બને એટલી સહાય કરવા માટે તત્પર છીએ.

ભારતમાં વધેલી ઓક્સિજનની માગને પહોંચી વળવા માટે હૂ દ્વારા ૪૦૦૦ ઓકસિજન કોન્સન્ટેટર્સ ચાર્ટર્ડ વિમાન દ્વારા મોકલવામાં આવ્યા છે. હૂ દ્વારા હોસ્પિટલોમાં પ્રવર્તી રહેલી બેડની અછતને પહોંચી વળવા માટે ત્રીસ બેડની ક્ષમતા ધરાવતી મોબાઇલ ફિલ્ડ હોસ્પિટલ મેળવવામાં આવી છે.

આ હોસ્પિટલોની ક્ષમતા જરૂર પડે વધારીને ૫૦ કરી શકાય છે. ભારતમાં કામ કરતાં ૨૬૦૦ જણાના ટેકનિકલ સ્ટાફને પણ કોરોનાના ટેસ્ટિંગના કામમાં વાળવામાં આવ્યો હોવાનું હુના પ્રાદેશિક ડાયરેકટર ડો. પૂનમ ખેત્રપાલે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments