ઉના : સબજેલમાં કેદીઓ અંદરોઅંદર ઝઘડ્યા, 17ની કેપેસિટી સામે 70 કેદીઓ રખાયા

0
39

ઉના: ઉના સબ જેલમાં કેદીઓ અંદરો અંદર ઝઘડી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.આ જેલમાં 17 કેદીઓની મર્યાદા છે પરંતુ 70 કેદીઓ હાલ રાખવામાં આવ્યા છે. આથી જેલના ઇન્ચાર્જ સબ જેલર બી.આર. ગોહિલે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે કે આરોપીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવે.

જેલના કર્મચારીઓની સુરક્ષા પર ખતરો

બી.આર. ગોહિલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે,ઉના સબ જેલની કેપેસિટી 17 કેદીઓની છે જેની સામે આજની તારીખમાં કુલ 70 કેદીઓ રાખવામાં આવ્યા છે. થોડા સમય પહેલા કોડીનાર સબજેલના કેદીઓને અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આથી કેદીઓમાં અંદરો અંદર માથાકૂટ અને ગ્રુપીઝમ પડી ગયાનું જાણવા મળ્યું છે. કેદીઓ જેલનું વાતવરણ ખરાબ કરે છે. આથી જેલમાં ઉપસ્થિત કર્મચારીઓની સુરક્ષા બાબતે પણ પ્રશ્નો સર્જાય છે. આ અંતર્ગત ભારે ગુનામાં ઝડપાયેલા માથાભારે કેદીઓની જિલ્લા જેસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here