ઉના : પોલિયોનો ભોગ બનેલી યુવતી આજે પરિવાર અને અનેક દિવ્યાંગોનો સહારો બની

0
4

ઉનાના નાના એવા ગામમાં જન્મેલી માનસી પટેલને જન્મના એક વર્ષ બાદ તાવ આવ્યો. તાવમાં તેનું શરીર જકડાઈ ગયા બાદ તેનું શરીર કામ કરતુ બંધ થઈ ગયુ. તેને પોલિયોનું નિદાન થયુ .જેમાં તેના હાથ અને પગ બન્નેને અસર થઇ હતી. દીકરીને સારુ થઇ જાય તે માટે માનસીના પરિવારજનોએ અનેક હોસ્પિટલના ધકકા ખાધા. પરંતુ યુવતીનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. પોતાની તકલીફમાંથી બહાર આવવા માટે અનેક વખત શારીરિક રીતે પડી ભાંગ્યાં પરંતુ માનસિક રીતે અડગ રહ્યા. પોતાની તકલીફથી તે ખુશ છે અને તેને ગોડ ગિફટ માને છે. પરિણામ એ આવ્યું કે માનસી અત્યાર સુધી અનેક દિવ્યાંગો તથા સામાન્ય લોકોને રોજીરોટી આપી ચૂકી છે.

પોતાની તકલીફ વિશે માનસી જણાવે છે કે તે બન્ને હાથ અને પગમાં પોલિયો હોવાને કારણે કોઇ જાતનું હલન ચલન નહોતી કરી શકતી. માત્ર પથારીમાં સૂતા સૂતા લોકોને જોઇ શકતી હતી. પોતે શારીરિક રીતે અસક્ષમ હોવાને કારણે તેનું બધુ જ કામ તેના માતા અને બહેનોએ કરવુ પડતું હતુ. જિંદગીથી તે કંટાળી ગઇ અને 7 ધોરણમાં હતી ત્યારે તેને ધીમે ધીમે પોતાનું કામ જાતે કરવાનું શરૂ કર્યુ.તબીબો ઓપરેશન કરાવવાનું કહેતા પરંતુ તેમાં એકદમ સાજા થઈ જવાની કોઇ ગેરેંટી હતી નહિ. પરિવાર મધ્યમવર્ગીય હોવાને કારણે આર્થિક ભારણ પણ વધતુ જતુ હતું. તેથી તેને ઓપરેશન કરવાની ના પાડી. શરૂઆતમાં ચાલવા અને કામ કરવા માટે હાથ અને બન્ને પગનો સહારો લેવો પડતો હતો. હાથ કોણીથી વધુ ઊંચા થતા નહિ. અનેક વખત પડી પગમાં ફેકચર આવ્યું આમ છતાં આત્મવિશ્વાસ રાખ્યો. અને આખરે મારી જીત થઈ.

અત્યારે તેઓ મુસાફરી જાતે કરી શકે છે. પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ તેમાં વર્કલોડને કારણે થાકી જવાતું હોવાથી તેને એ વ્યવસાય બંધ કરી દીધો અને નોકરી શરૂ કરી. પોતાના વ્યવસાયથી તેમેન 10-12 પાસ જરૂરિયાત મંદોને રોજીરોટી આપી છે. મને જ્યારે લોકો દયાભાવની નજરેથી જુએ છે. ત્યારે ખૂબ દુ:ખ થાય છે. કારણ કે નાની મોટી શારીરિક ખોડખાંપણને બિમારી,તકલીફ નથી ગણતી આ તો ભગવાને મને મોટી ગિફટ આપી છે. આ તકલીફથી મારામાં નિખાર આવ્યો છે. હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું. માનસી 6 બહેન અને એક ભાઈમાં સૌથી નાની છે .તેને અનેક તકલીફ વેઠીને ડિપ્લોમાં કોમ્પયુટર એન્જીન્યરિંગનો અભ્યાસ કર્યો છે. અત્યારે પગભર બનીને તે પોતાના ભાઈ, માતાને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here