અમદાવાદ : બેફામ AMTS બસે મહિલાનો લીધો જીવ..! અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

0
11

અમદાવાદ શહેરમાં બેફામ AMTSએ વધુ એકનો ભોગ લીધો છે. શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે AMTS બસે એક વૃદ્ધ મહિલાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટર બસને મુકી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

મળતી વિગત મુજબ, અમદાવાદ શહેરમાં ફરી એકવખત AMTS બસના ડ્રાઈવરો બેફામ બનતા એક નિર્દોષ મહિલાનો જીવ ગુમાવ્યો છે. અમરાઈવાડી મેટ્રો રેલ પોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પર AMTS ની બસે ગીતાબેન દેવીપૂજક(55 વર્ષ) મહિલા નામની મહિલાને અડફેટે લીધી હતી. AMTS બસની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તો બીજી જેથી રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરો માર્યા હતા. લોકોનું ટોળુ એકઠુ થતા AMTS બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

AMTSની આ બસ રૂટ નંબર 142 ની વસ્ત્રાલ થી લાલ દરવાજા જતી બસ હતી. જે ખાલી રસ્તા પર મોતની સવારી બની રહી હતી. પોલીસ સ્ટેશનમાં હાજર ડ્રાઇવરે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલાની બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ભાગ દોડ કરવા લાગ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો.

 

હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલી આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈસ્કોન ચાર રસ્તા પાસે યુવાનને લીધો હતો અડફેટે

એક મહિના પહેલા શહેરના ઈસ્કોન ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો હતો. રૂટ નં.501 ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલના બસ ચાલકે એક યુવાનને ઈસ્કોન ચાર રસ્તા પાસે અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં સુરેન્દ્રનગરના બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું.

અકસ્માતનો ભોગ બનેલ યુવક GPSCની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ માટે તે સુરેન્દ્રનગરથી અમદાવાદ ખાતે પુસ્તકોની ખરીદી કરવા માટે આવ્યો હતો. અમદાવાદમાં AMTSના ડ્રાઈવરે ઈસ્કોન ચાર રસ્તા નજીક અડફેટે લેતા યુવાનનું મૃત્યું થયું છે. આ અકસ્માત બાદ AMTSના બસ ડ્રાઈવરની અટકાયત કરી લેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here