દહેગામ : રેલવે ફાટક પાસે અંડર પાસ મા વરસાદી પાણી ઓછુ નહી થતા વાહન ચાલકો પરેશાન

0
32

દહેગામ મા વરસાદ બંધ હોવા છતા અંડર પાસમા અંડર પાસમા વરસાદી પાણી ઓછુ નહી થતા અસંખ્ય વાહન ચાલકો અને બાઈક ચાલકો ફસાયા લોકોમા વ્યાપેલો ભારે આક્રોશ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ત્રણ કલાકમા ત્રણ ઈંચ વરસાદ તુટી પડતા દહેગામ ગાંધીનગર જવાના મુખ્ય માર્ગ ઉપર રેલવે પાસે આવેલા અંડર પાસમા હજી વરસાદી પાણી ઓછુ નહી થતા આજે પણ કેટલાય વાહન ચાલકો અંડર પાસમા ફસાઈ જવાના અહેવાલો સાંપડ્યા છે. દહેગામ ગાંધીનગર જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ આ અંડર પાસમા થઈને અસંખ્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે આજે દહેગામમા વરસાદ બંધ છે તેમ છતા આ અંડર પાસમા પાણી ઓછુ થવા પામ્યુ નથી તેથી આજે કેટલાક વાહન ચાલકો, બાઈ ચાલકો આ અંડર પાસમા ભરાયેલા પાણીમા ફસાતા ભારે હેરાન પરેશાન થવાની માહિતી સાંપડી છે.

અને આ અંડર પાસમા બહુ જ પાણી હોવાથી ટુ વ્હિલર અને ફોર વ્હિલર ચાલકોના પ્રાઈવેટ વાહનો બગડતા દોરીને જવાનો સમય આવી ગયો છે. તેથી હાલમા કેટલાય વાહન ચાલકો આ સ્થળે ઉભા રહીને તંત્રની બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોધાવી રહ્યા છે. તો આ બાબતે શુ તકેદારીના પગલા ભરવા તેના માટે સરકારી તંત્ર પણ અવઢવમા મુકાયુ છે. રાત્રીના સમયે આ અંડર પાસમા થઈને પસાર થતા કેટલાક બાઈક ચાલકોના બાઈકોમા પાણી ભરાઈ જતા બાઈકો ચાલુ નહી થતા રાત્રે કયા ગેરેજમા જવુ તે વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. તેથી બહાર ગામથી આવેલા બાઈક ચાલકો આજુબાજુના ઘરોમા બાઈકો મુકીને ઘરે જતા રહ્યા હોય તેવી માહિતી સાંપડી છે આમ આ અંડર પાસના પાણીનો નીકાલ નહી થતા આજે અહીયાથી પસાર થતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી જવા પામ્યા છે.

 

  • આ અંડર પાસમા વરસાદી પાણી ભરાઈ જતા છેલ્લા બે દીવસમા સંખ્યાબંધ વાહન ચાલકો આ પાણીમા ફસાયા
  • રાત્રીના સમયે આ પાણીમા કેટલાક બાઈક ચાલકો ફસાયા હતા ત્યારે રાત્રે ક્યા રીપેર કરવા જવુ તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો
  • સરકારી તંત્ર પણ આ બાબતે શુ આયોજન કરવુ તેના માટે અવઢવમા મુકાયુ છે
  • દહેગામમા આજે વરસાદ બંધ હોવાથી હજી પણ અંડર પાસમા પાણી ઓછડતા નથી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here