રાજકોટ : ઉછીના રૂપિયા આપવાના બહાને યુવતીને બોલાવીને કૌટુંબિક ભાઈએ મિત્ર સાથે મળી ગેંગરેપ કર્યો, ત્રણની ધરપકડ

0
0

રાજકોટમાં એક યુવતીને 400 રૂપિયા ઉછીના આપવાના બહાને બોલાવી મિત્ર સહિત 2 શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના મિત્રએ 400 રૂપિયા આપવાના બહાને બોલાવી હતી. જે બાદ મિત્ર યુવતીને રીક્ષામાં બેસાડી અવધના ઢાળ પાસે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીના કૌટુંબિક ભાઈએ આવીને તેણે પણ દુષ્કર્મ આચર્યુ હતું. જેથી પોલીસે રીક્ષામાં સાથે આવેલા સગીર સહિત 3 સામે ગેંગરેપનો ગુનો નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઘટના 7 દિવસ પહેલા બની હતી.

યુવતીએ 7 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી

પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ પરથી કાલાવડ રોડ પર રહેતા નૈમિષ પ્રવિણભાઈ સોલંકી, હિતેષ મુકેશભાઈ રાઠોડ અને એક સગીર વિરૂદ્ધ 376(ડી) અને 506(2) મુજબ ગુનો નોંધીને ત્રણેયની ધરપકડ કરી છે. યુવતીએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર નૈમિષ સોલંકીને વાત કરી હતી. જેથી નૈમિષે પૈસા આપવા માટે તેના ઘર પાસે આવવા અને પોતે રીક્ષામાં બેઠો હોવાનું કહ્યું હતું. યુવતી રીક્ષામાં બેઠી ત્યારે નૈમિષ સાથે તેનો બીજો એક મિત્ર પણ હતો. જે બાદ નૈમિષે કહ્યું કે તું રીક્ષામાં બેસી જા હું આગળ જઈને પૈસા આપુ છું. બાદમાં અવધના ઢાળ પાસે લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતીના કૌટુંબિક સગા હિતેષે પણ દુષ્કર્મ આચર્યુ હતું

વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે નૈમિષના મિત્રએ મારા કૌટુંબિક સગા હિતેષ રાઠોડને બોલાવ્યો હતો અને તેને પણ દુષ્કર્મ આચર્યુ હતું. મારની બીકે હું કંઈ બોલી શકી ન હતી. મને એમ હતું આ લોકો મને મારી નાખશે. અવધના ઢાળ પાસેથી નૈમિષનો મિત્ર અને હિતેષ જ્યાંથી રીક્ષામાં બેઠી હતી ત્યાં છોડી ગયો હતો. તેમજ આ લોકોએ મને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી હું ડરી ગઈ હતી. બાદમાં મેં સમગ્ર ઘટનાની જાણ મારા ભાઈને કરી હતી. હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને ત્રણેયની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here