વડોદરા : લાઈટ રિપેરિંગના બહાને ગઠીયો વૃદ્ધાનું ગળું અને મોઢું દબાવી રૂપિયા એક લાખના દાગીના લૂંટી ફરાર.

0
4

શહેરના વારસિયા વિસ્તારમાં ઘરમાં લાઈટ ઓછીવત્તી થતી હોય રિપેરિંગના બહાને અજાણ્યા ગઠિયાએ વૃદ્ધાનું ગળું અને મોઢું દબાવી રૂપિયા એક લાખની કિંમત ધરાવતા સોનાના દાગીનાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયો હતો. બનાવ અંગે વારસિયા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરવાના બદલે લૂંટના પ્રયાસની કલમનો ઉમેરો કરતાં ચર્ચાનો વિષય બન્યો છે.

ગઠિયાએ પહેલા વૃદ્ધાને વાતોમાં ફસાવી

વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલ શારદા સોસાયટીમાં રહેતા અમિતાબેન પુરોહિત વિધવા જીવન ગુજારે છે દરમિયાન ઘરે તેઓ એકલા હતા તે સમયે એક અજાણ્યો પુરુષ ઘર પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ઘરે લાઈટ ઓછીવત્તી થાય છે. જેના જવાબમાં અમિતાબેનએ હા પાડતા ગઠિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની લાઈટનું કામ અમે કરીએ છીએ. સાહેબને પૂછીને તમારા ઘરની લાઈટ રિપેરિંગ કરી આપીશ. આ અંગે તમારે એક એપ્લિકેશન લખીને આપવી પડશે. જેથી એપ્લિકેશન લખી આપતા ગઠિયો ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ ગઈ કાલે સવારે દીકરો નોકરી પર ગયો હતો તે સમયે ગઠિયો ફરી આવી પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે તમારે લાઈટ બીલની ઝેરોક્ષ કોપી આપવી પડશે અને આગળ માણસો કામ કરી રહ્યા છે તે માણસો તમારા ઘરે કામ કરવા માટે આવશે તેમ કહી આશરે એક કલાક ઘરમાં બેસી રહ્યો હતો.

સોનાની ચેન-બુટ્ટીની લૂંટ ચલાવી ફરાર

વાતો વાતોમાં જણાવ્યું હતું કે મારા ઘરમાં પણ દાદી 80 વર્ષની ઉંમરના છે તેમને જૂની ડિઝાઇનના ઘરેણા બનાવવાના છે તો તમે પહેરેલ સોનાની ચેન તથા હાથમાં પહેરેલી બંગડી તેમજ બુટ્ટીના મને ફોટા પાડવા દો તેમ કહી ફોટા પાડ્યા હતા. અને ઘરમાં લાઈટના કેટલા પોઈન્ટ છે તે બતાવો તેમ કહી અલગ અલગ રૂમમાં નાઈટના પોઇન્ટ બતાવ્યા હતા. દરમિયાન ગઠિયાએ મહિલાનું ગળું અને મોઢું દબાવી રૂપિયા 40 હજાર ની કિંમત ધરાવતી સોનાની બંગડી રૂપિયા 50 હજારની કિંમતના ધરાવતી સોનાની ચેન અને રૂપિયા 10 હજારની કિંમત ધરાવતી બુટ્ટી મળી રૂપિયા એક લાખની મત્તાના સોનાના દાગીના બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. ત્યારબાદ મહિલાને દિવાલમાં અથડાવી નાસી છૂટ્યો હતો. જેના કારણે મહિલાને કમરના ભાગે ઈજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here