અમદાવાદ : સારવારના બહાને ડોક્ટરે મહિલા પત્રકાર પર આચર્યું દુષ્કર્મ

0
0

ઉપચારના બહાને ડોક્ટરે મહિલા પત્રકારને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ શહેરમાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. ડોક્ટરે આ મહિલા પત્રકાર પર બળાત્કાર કર્યો હોવાની વિગત સામે આવી છે. ઉપચાર ડોક્ટરે મહિલા પત્રકારને આ હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, મહિલા અને ડૉક્ટરની સોશ્યિલ મીડિયા મારફતે મુલાકાત થઈ હતી .ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. મહિલા છેલ્લા ઘણા સમયથી એકલતા જીવન ગુજારે છે. મહિલાને છેલ્લા 20 વર્ષથી બીમારી હતી અને જેમાં ખર્ચો વધુ આવતો હતો. મહિલાના કહેવા પ્રમાણે ઓર્થોપેડિક ડૉક્ટર કનુ પટેલે તેના ડૉક્ટર મિત્ર સાથે મુલાકાત કરાવી સારવાર કરાવી આપવાની વાત કરી હોટલમાં બોલાવી બળાત્કાર કર્યો હતો.

મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં આરોપી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી આરોપી ડૉક્ટર કનુ પટેલની ધરપકડ કરી છે. મહિલાએ આરોપ મૂક્યો કે આરોપીએ સારવાર માટે અન્ય ડૉક્ટર સાથે મુલાકાત કરાવવાનું કહી નરોડાની હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here