અંડરવર્લ્ડના ડોન છોટા રાજનને બિલ્ડર પર હુમલો કરવા પ્રકરણે ૧૦ વર્ષની જેલની સજા

0
3

મુંબઈની એક વિશેષ સીબીઆઈ કોર્ટે અંડરવર્લ્ડના ડોન છોટા રાજનને ૨૦૧૩માં એક બિલ્ડર પર હુમલો કરવા પ્રકરણે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હતી. છોટા રાજન સહિત અન્ય આરોપીઓને આજે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. છોટા રાજનને પાંચ લાખ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ૨૮ ઓગસ્ટ, ૨૦૧૩માં બાવન વર્ષીય બિલ્ડર અજય ગોસલિયા પર મલાડ (વે.)ના એક મોલ બહાર ત્રણ જણે ગોળીબાર કર્યો હતો. છોટા રાજનના ઈશારા પર આ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો આરોપ સીબીઆઈએ કર્યો હતો. સતિષ કાલિયા નામના એક સાગરિત મારફતે રાજને આ હુમલો કરાવ્યો હતો. આ ગોળીબારમાં ગોસલિયા ગંભીર ઘવાયો હતો. સદભાગ્યે ગોળી સોનાના પેન્ડન્ટ પર વાગતા ગોસલિયાનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના બાદ બાંગુરમગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ છોટા રાજનને વિદેશથી ભારત લાવવામાં આવ્યા બાદ ૨૧ એપ્રિલ ૨૦૧૬માં સીબીઆઈએ આ પ્રકરણે રાજનને તાબામાં લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here